જાણો, કઇ વાતો એવી છે જે પતિએ પોતાની પત્નીને કહેવાનું ટાળવું જોઇએ?

લગ્ન કરવા જેટલા સરળ હોય છે વૈવાહિક જીવન સુખીથી વ્યતીત કરવું તેટલુ જ અઘરું. લગ્ન થયા બાદ પોતાના પાર્ટનરની પસંદ-નાપસંદનું ધ્યાન રાખવાનું હોય છે. ઘણીવાર નાની-નાની વાતોમાં રિલેશનશિપમાં કડવાહટ આવી જાય છે. જાણો, કઇ વાતો એવી છે જે પતિએ પોતાના પત્નીને કહેવાનું ટાળવું જોઇએ?

  • 1. જો તમારું ક્યાંય અપમાન થયું હોય તો પોતાની પત્નીથી ત્યાં સુધી છુપાવો જ્યાં સુધી તે તમારી મદદ કરવાની સ્થિતિમાં ન હોય. મોટાભાગની મહિલાઓ ભાવુક હોય છે અને તમારા અપમાનની વાત જાણીને તેમને ધક્કો લાગશે. શક્ય હોય તો આ પ્રકારની બાબતોનો જાતે જ સામનો કરીને સમાધાન લાવો.
  • 2. પતિએ પત્ની સામે પોતાના ઘર પરિવારની ખરાબ વાતો ન કરવી જોઇએ. ધ્યાન રાખો કે તમારા પરિવાર વિશે તે તમારી પાસેથી જાણશે. પરિવાર માટેની તમારા પત્નીની ધારણા સારી બની રહેશે તો ઝગડા થવાની પરિસ્થિતિ સર્જાશે નહીં અને સન્માન જળવાઇ રહેશે.
  • 3. પતિએ પોતાની પત્ની સાથે કોઇના ચરિત્ર વિશે ખરાબ વાતો ન કરવી જોઇએ. ગૉસિપ કરવું મહિલાના સ્વભાવમાં હોય છે. વાત-વાતમાં જો તેમણે આ વાત કહી દીધી તો કારણ વગરનો ઝઘડો થઇ શકે છે.

  • 4. પતિએ ધ્યાન રાખવું જોઇએ કે સ્ત્રીઓને કોઇની સાથે સરખામણી કરવી તે જરા પણ પસંદ હોતુ નથી. સરખામણી ન કરશો પરંતુ પ્રશંસા કરતા રહો. બંને વચ્ચે પ્રેમ જળવાઇ રહેશે.
  • 5. દરેક વ્યક્તિને પોતાના માતા-પિતા માટે પ્રેમ હોય છે. પત્નીના પિયરના લોકોની ક્યારેય અવગણના ન કરવી જોઇએ. તેનાથી તમારા પત્નીના કોમળ મનને ઠેસ પહોંચી શકે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024