- મધ્ય પ્રદેશના મહોબામાં પ્રેમ-પ્રસંગ અને ગેરકાયદેસર સંબંધોને કારણે 27 વર્ષીય યુવકની હત્યા નો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
- ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ એ શબને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
- હત્યાનો આરોપ પ્રેમિકાના પરિજન પર છે.
- હાલ પોલીસ આરોપીઓની શોધખોળમાં દરોડા પાડી રહી છે.
ઘટનાની મળતી માહિતી મુજબ, કુલપહાડ પોલીસ સ્ટેશનના સેનાપતિ મહેલની પાસે રહેતાં રવિન્દ્ર અનુરાગીનો પડોસની એક સગીરા સાથે પ્રેમ સંબંધ હતો. બંને પરિવારો સાથે ખૂબ સારા સંબંધો હત, તેથી કોઈએ રવિન્દ્ર પર શક નહોતો કર્યો. તે કોઈ રોક-ટોક વગર પ્રેમિકાના ઘરે આવતો-જતો હતો. છેલ્લા થોડાક દિવસોથી બંને પરિવારો વચ્ચે નિકટતા વધુ ગઈ હતી.
રાત્રે રવિન્દ્રને પ્રેમિકાના પિતાએ તેની સાથે વાંધાજનક સ્થિતિમાં જોઈ લીધી. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો. યુવતીના પિતાએ રવિન્દ્ર પર લાઠી ડંડાથી જોરદાર હુમલો કર્યો બાદમાં તેનું બેલ્ટથી ગળું દબાવીને હત્યા કરી દીધી.
પોલીસે જણાવ્યું કે, રવિન્દ્રને દીકરીની સાથે પોતાના જ ઘરમાં વાંધાજનક સ્થિતિમાં જોતાં આરોપી ગુસ્સે ભરાઈ ગયો અને તેની હત્યા કરી દીધી. મામલાને ગંભીરતાથી લેતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને શબનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. સાથોસાથ આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.