- તો 8 મી જૂને ભક્ત અને ભગવાન વચ્ચે આવેલ આ લોકડાઉનનો અંત થશે.
- સરકાર દ્વારા 8મી જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી આપતા શ્રદ્ધાળુઓની ખુશીનો પાર નથી રહ્યો.
- શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આવ્યા છે.
- શક્તિપીઠ અંબાજીના દરવાજા શ્રદ્ધાળુઓ માટે 8મી જૂનથીખુલ્લા મુકાશે.
- મા અંબેની શક્તિપીઠના દર્શનો માટે કાયમ લાંબી લાઈનો લાગતી હોય છે
- જોકે હાલ મા અંબેના દર્શન માટે કેટલીક શરતો સાથે ભક્તોને 8મી જૂનથી છુટ મળવાની છે.
- કોરોના વાયરસને પગલે છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી લોકડાઉન હતુ જેને હવે 1લી જૂનથી 30મી જૂન સુધી અનલોક કરવામાં આવ્યુ છે
- જેને લીધે હવે ધીરે ધીરે છુટછાટ આપવામાં આવી રહી છે.
- મંદિર ખોલવાની અનુમતિ છે પરંતુ સરકારની ગાઈડલીને મુજબ વર્તવું પણ પડશે
- મંદિરમાં પ્રવેશ અપાતા પહેલા ભક્તોના હેડ સેનેટાઈઝ કરવામાં આવશે.
- મંદિરમાં પ્રવેશ પહેલા ભક્તોનું મેડિકલ સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે.
- વધુ ભીડ ભેગી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે ભોજન અને પ્રસાદનું કામ બંધ રાખવામાં આવશે।
- મંદિરમાં પ્રવેશતા ભક્તો સોશિયલ ડિસ્ટન્સિંગ કેવી રીતે જાળવશે તે માટે ‘અહીં ઉભા રહો’ સહિતના સ્ટીકર્સ અને અવેરનેસ માટે બેનર્સ પણ લગાવ્યા લગાવામાં આવશે।
- આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા.
- આદુના આ નુસખાઓ કરશે શરીરની તકલીફો દૂર
- અભિનેત્રી મોહના કુમારી આવી કોરોનાની ઝપેટમાં.
- વિશ્વ વિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિર 8 જૂનથી ભક્તોના દર્શન માટે ખુલશે.
- સરકારની ગાઈડલાઈન મુજબ આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કેટલાક તકેદારીના પગલાં પણ લેવામાં આવ્યા છે.
- જે પ્રમાણે ભક્તોને દર્શન માટે એક માત્ર શક્તિ દ્વારથી જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.
- તેમજ આરતી દરમિયાન ભક્તોને પ્રવેશ અને પ્રસાદ પણ આપવામાં નહીં આવે.
- અંબાજી ટ્રસ્ટના વહીવટી વિભાગના કહ્યા મુજબ, સરકારની ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા પણ કેટલાક જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે.
- દર્શન માટે આવતા માઈભક્તોને માત્ર શક્તિ દ્વારથી જ પ્રવેશ અપાશે.
- તેમજ ભક્તોને પ્રસાદ કે ભોજનાલયમાં અપાતા ભોજન-પ્રસાદની વ્યવસ્થા હાલ માટે બંધ રાખી છે.
- તેમજ મંદિરના ગર્ભગૃહમાં 20 દર્શનાર્થીઓ ઊભા રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
- મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને તેના પગરખા, પર્સ અને બેલ્ટ સહિતની વસ્તુઓ થેલીમાં પેક કરીને લગેજ રૂમમા આપવાની રહેશે.
- મંદિરમાં દર્શન કરવા આવનાર ભક્તોને શક્તિ દ્વાર પાસે મુકાયેલી મેડિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે.
- જો કોઈ વ્યક્તિમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાશે તો તેને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
- ઉપરાંત દરેક શ્રદ્ધાળુઓને સેનિટાઈઝ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મંદિરમાં જવા દેવાશે.
- સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે તકેદારી જળવામાં આવશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News