Crime branch PSI
- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Crime branch) એ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા પીએસઆઈ (PSI) શ્વેતા જાડેજા સામે 35 લાખની ખંડણી માગવા મામલે ગુનો નોંધાયો છે.
- મહિલા PSI શ્વેતા જાડેજા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં બળાત્કાર કેસના આરોપીને પાસામાં પૂરી દેવાની ધમકી આપી 35 લાખની ખંડણી માગવા મામલે તેમના વિરુદ્ધ કેસ નોંધાયો છે.
- સૂત્રોના જણાવ્યા મુજબ, 2017માં જીપીએન ક્રોપ સાયન્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર કેનાલ શાહ વિરૂુદ્ધ તેમની પર્સનલ આસિસ્ટન્ટે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
- જો કે આ કેસની તપાસ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના PSI શ્વેતા જાડેજાને સોંપાઈ હતી.
- તો તે સમયે આરોપી કેનાલ પાસેથી PSI શ્વેતા જાડેજા એ 20 લાખ માગ્યા હતા.
- જે તેના કહ્યા મુજબ આરોપીએ જામજોધપુરની આંગડિયા પેઢીને મોકલી આપ્યા હતા.
- તો એ દરમિયાન સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આ જ કેસના સાક્ષી સિક્યુરિટી ગાર્ડને ધમકી આપવાનો ગુનો કેનાલ સામે દાખલ થયો હતો.
- એક જ કેસમાં બે ફરિયાદો દાખલ થતાં PSI શ્વેતા જાડેજા એ કેનાલને પાસામાં ધકેલી દેવાની ધમકી આપી બીજા 20 લાખ માગ્યા હતા.
- આ ધમકી સામે તથા પોતાનો બચાવ માટે કેનાલે 15 લાખ આપ્યા હતા.
- ત્યારબાદ વધુ 5 લાખ માટે દબાણ થતાં કેનાલે ક્રાઇમબ્રાંચ (Crime branch) માં અરજી કરી હતી.
- જેની તપાસમાં PSI શ્વેતા વિરુદ્ધ પુરાવા મળતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
- JEE અને NEET ની પરીક્ષા હવે આ તારીખે શરુ થશે
- Teacher : શૈક્ષણિક સંઘ સંકલન સમિતીએ શિક્ષણમંત્રી અને શિક્ષણ સચિવને આ કારણસર લખ્યો પત્ર
- કેનાલ શાહની અરજી અંગે પોલીસ કમિશનર આશિષ ભાટિયાને જાણ થતા તેમણે આ અંગે કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વિના તટસ્થ તપાસ કરવાનો આદેશ કર્યો હતો.
- જે મામલે ક્રાઈમ બ્રાંચની વિવિધ ટીમો કામે લાગી હતી
- અને અંતે પીએસઆઈ શ્વેતા જાડેજાની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
- આ મહિલા PSI શ્વેતાના કહેવાથી જામજોધપુરની આંગડિયા પેઢીને પૈસા મોકલાયા હોવાનું ક્રાઈમ બ્રાંચને જાણવા મળ્યું
- તો આ બાબતે ક્રાઈમ બ્રાંચે (Crime branch) તપાસ કરતા તેના નજીકના જ એક સંબંધીએ આ પૈસા સ્વીકાર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
- જે ક્રાઈમ બ્રાંચ (Crime branch) ને ગુનો દાખલ કરવા માટેનુ મહત્ત્વનું પરિબળ સાબિત થયું છે.
- Ahmadabad : ન્યુડ ફોટા-વીડિયો પોતાના મિત્રને મોકલવું કિશોરીને પડ્યું ભારે
- Online franchise લેવી વેપારીને પડી ભારે, જાણો વિગત
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News