Bachchan

  • બોલિવૂડના Big-B અમિતાભ બચ્ચન (Bachchan) અને તેમના પુત્ર અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા છે.
  • અમિતાભ બચ્ચને શનિવારે સાંજે  જાતે ટ્વિટ કરીને તેના વિશે જાણકારી આપી હતી.
  • મુંબઇની નાણાવટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના પીઆરે રવિવાર સવારે જણાવ્યું કે, અમિતાભમાં હળવા લક્ષણો છે, તેમણે આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. 
  • બચ્ચન પરિવારના અન્ય સભ્યોની સાથે સ્ટાફના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
  • જેમાં જયા બચ્ચન (Jaya Bachchan) , એશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અને આરાધ્યાના (Aradhya bacchan) રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
  • જો કે, સ્ટાફના સભ્યોના ટેસ્ટ રિપોર્ટ આવવાના બાકી છે.
  • પોતાના પ્રશંસકો અને શુભચિંતકોનું ધ્યાન રાખતા અભિતાભ બચ્ચને હાલમાં હૉસ્પિટલમાં દાખલ હોવા છતાંય સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાના વિશે જાણકારી આપી છે. 
  • જો કે, હવે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની હાલત સ્થિર હોવાનું કહેવાય છે અને ડૉક્ટરોનું કહેવું છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી.
  • અભિષેક બચ્ચનના બહાર જવાના કારણે કોરોના Bachchan પરિવાર સુધી પહોંચ્યો છે.
  • તાજેતરમાં અભિષેકની પહેલી વેબ સિરિઝ બ્રીધ લોન્ચ થઈ છે.
  • આ સિરિઝના એડિટિંગ માટે તેઓ પોતાના જુહુ બંગલા નજીક સાઉન્ડ એન્ડ ડબિંગ સ્ટુડિયોમાં જઈ રહ્યા હતા.
  • અમિતાભ ઘરની બહાર નહોતા જતા અને ન તો તેઓ બહારથી આવેલા લોકોને મળતા હતા. 
  • મળતી માહિતી મુજબ, કોઈ સંક્રમિત વ્યક્તિના કારણે પહેલા અભિષેક બચ્ચન પોઝિટિવ થયો.
  • તથા ત્યારબાદ અમિતાભ બચ્ચનને પણ સંક્રમણ થયું.
  • આ જાણકારી સામે આવ્યા બાદ સાઉન્ડ એન્ડ ડબિંગ સ્ટૂડિયોને સીલ કરવામાં આવ્યો છે.
  • તેમજ અહીં આવનાર તમામ લોકોને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024