Paresh Rawal
- મહેસાણાના વિસનગર ખાતેના જુગાર ધામમાં અભિનેતા અને BJP ના પૂર્વ MP પરેશ રાવલ (Paresh Rawal) ના ભાઈ રેડમાં પકડાયા છે.
- વિસનગરના મથુરદાસ ક્લબના મકાનમાં ચાલતા જુગારધામ પર રેડ પાડવામાં આવી હતી. જેમાં 20 જુગારીની ધરપકડ કરી છે.
- જુગારીઓમાંથી મુખ્ય સંચાલક કિર્તીકુમાર રાવલ અને હિમાંશુ રાવલ ફિલ્મ અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદના ભાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.
- જેમાં હિમાંશુ પરેશ રાવલના સગાભાઈ અને કિર્તીકુમાર ફઈના દિકરા હોવાનું બહાર આવ્યું છે.
- વિસનગર શહેરમાં આવેલ મથુરદાસ ક્લબમાં ચાલી રહેલા હાઇપ્રોફાઇલ જુગાર ધામ પર પોલીસે રેડ પાડીને મોટા માથા એવા 20 જુગારીઓને 1,94,૦૦૦ની રોકડ સાથે ઝડપી પાડતાં ચકચાર મચી જવા પામી હતી.
- બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ચાલતું આ જુગાર ધામ ભાજપના પૂર્વ સાંસદ (Paresh Rawal) પરેશ રાવલના સગા ભાઈ હિમાંશુ રાવલ અને ફોઈના દીકરા કિર્તી રાવલ દ્વારા ચલાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.
- તો બાબત સામે આવતા સમગ્ર જિલ્લામાં ભાજપ-કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો.
- શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મહેસાણા એલસીબી અને પેરોફોલો સકોર્ડ મહેસાણા દ્વારા રેડ પાડવામાં આવી હતી.
- આ રેડમાં ૧.૯૪ લાખની રોકડ રકમ, ૧૬ મોબાઇલ અને ત્રણ વાહન મળી ૬.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
- તમામ જુગારીઓ સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
- બે ઈકો ગાડીમાં બહારથી જુગારીયાઓને જુગાર રમવા વિસનગર લઈ આવ્યા હતા.
- જે પોલીસે પકડયા તેમાં બે ઇકો ગાડી બહારથી આવી હતી.
- PM મોદી આજે કરશે આ સંબોધન, દુનિયાભરના લોકોએ માંડી નજર
- Gujarat Universityની પરીક્ષાની તારીખ થઈ જાહેર,જાણો વિગત
- પરેશ રાવલના પિતરાઇ ભાઇ કિર્તી રાવલ વિસનગરમાં જુગારધામ ચલાવતા હતા.
- Paresh Rawal નો ભાઇ હિંમાશુ રાવલ પણ જુગાર રમતા પકડાયો છે.
- લોકડાઉનમાં હિમાંશુ રાવલ બોમ્બેથી વિસનગર ખાતે રહેવા આવ્યો હતો.
- મહેસાણાના વિસનગર કૃષ્ણ સિનેમા પાસે મથુરદાસ કલબ આવેલી છે.
- આ અંગે મહેસાણાના વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow