sweets
ફૂડ રેગ્યુલેટર એફએસએસએઆઈ એટલે કે, ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રધિકરણ એ નવા નિયમ જાહેર કર્યા છે.1 ઓક્ટોબર 2020 બાદથી સ્થાનીક મીઠાઈની (sweets) દુકાનોએ પણ પતરાના થાળમાં અથવા ડબ્બામાં વેચાણ કરવા માટે રાખેલી મીઠાઈઓ માટે નિર્માણ તારીખ તથા ઉપયોગ કરી શકવાનો સમય-તારીખ જેવી જાણકારી પ્રદ્રશીત કરવી પડશે.
અત્યારે તો બંધ ડબ્બામાં રહેલી મીઠાઈ (sweets) ઓ પર તેનો ઉલ્લેખ કરવાનું ફરજિયાત છે. આ નિયમ અંતર્ગત હવે વેપારીઓએ ખુલ્લી મીઠાઇઓના વેચાણની સમયસીમા બતાવવાની રહેશે. આ નિયમ 1 ઑક્ટોબરથી લાગુ થશે. એફએસએસએઆઈએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ફૂડ સેફ્ટી કમિશનરને પત્ર લખ્યો છે.
- RR: રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને આપી માત
- HTC કાપડ માર્કેટના વેપારીઓ સાથે થઈ 11.44 કરોડની છેતરપિંડી
એફએસએસએઆઈ કહ્યું કે, સાર્વજનિક હિતમાં અને ખાદ્ય સુરક્ષાની ખાતરી કરવા માટે આ નક્કી કરવામાં આવ્યું છે કે, ખુલ્લી મીઠાઈઓના મામલે વેચાણ માટે આઉટલેટ પર મીઠાઈ (sweets) રાખનારી ટ્રેની સાથે 1 ઑક્ટોબર 2020થી અનિવાર્ય રીતે ઉત્પાદનની ‘બેસ્ટ બિફોર ડેટ’ દર્શાવવાની રહેશે.
તેમને વધુમાં જણાવ્યું કે, અલગ પ્રકારની મિઠાઇઓના ઉપયોગની તમામ સમયસીમા વિશે તેની વેબસાઇટ પર પણ સાંકેતિક રીતે જાણકારી આપવામાં આવી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.