RCBvsMI

IPL 2020ની 10મી મેચ ટાઈ થતાં સુપર ઓવરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઈન્ડિયન્સ (RCBvsMI)ને હરાવી દીધી. આ પહેલાં બંન્ને ટીમોએ 20-20 ઓવરમાં 201 રન બનાવ્યા હતા. સુપર ઓવરમા બેંગલુરુએ જીત માટે 8 રન બનાવવાના હતા જેમાં તેણે છેલ્લા બોલમાં ચોગ્ગો મારી મેચ જીતી મેળવી હતી.

બેંટિંગ કરવા ઉતરેલી બેંગલુરુને અરોન ફિંચ અને દેવદત્ત પડ્ડિકલે પહેલી વિકેટ માટે 9 ઓવરમાં 81 રન બનાવ્યા. કિંચે 35 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા. જ્યારે પડ્ડીકલે 40 બોલમાં 5 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા. જે બાદ કપ્તાન કોહલીએ 11 બોલમાં માત્ર 3 રન બનાવીને આઉટ થયો.

આ પણ જુઓ : દિલ્હીમાં કૃષિ બિલના વિરોધમાં ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટર ભડકે બાળ્યું

એબી ડિવિલિયર્સે માત્ર 24 બોલમાં અણનમ 55 રન બનાવ્યા. પોતાની અર્ધશતકિય ઈનિંગમાં એબીએ 4 ચોગ્ગા અને 4 છગ્ગા લગાવ્યા. શિવમ દૂબેએ 270.00ની સ્ટ્રાઈક રેટથી 10 બોલમાં 3 છગ્ગાની મદદથી અણનમ 27 રન બનાવીને ટીમનો સ્કોર 200 પર પહોંચાડ્યો. જ્યારે મુંબઈ માટે બોલિંગમાં ટ્રેંટ બોલ્ટે શાનદાર પ્રદર્શન કરી 4 ઓવરમાં 34 રન આપી બે વિકેટ લીધી. એ સિવાય રાહુલ ચહરે એક વિકેટ લીધી.

આ પણ જુઓ : અમેરિકી રાજદૂતને હોંગકોંગના અધિકારીઓ, નેતાઓને મળવા લેવી પડશે ચીનની મંજૂરી

ત્યારબાદ મુંબઈની ટીમની શરૂઆત ખુબ ખરાબ રહી. એક સમયે મુંબઈ 6.4 ઓવરમાં 39 રન પર 3 મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી હતી. કેપ્ટન રોહિત શર્મા 08, સૂર્યકુમાર યાદવ 00 અને ક્વિંટન ડિકોક માત્ર 14 રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ ઈશાન કિશને બાજી સંભાળી રાખી. કિશને 58 બોલમાં 9 છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 99 રન બનાવ્યાં.

જ્યારે પોલાર્ડે 24 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 60 રન બનાવ્યા. છેલ્લા બોલમાં પોલાર્ડે ચોગ્ગો લગાવ્યો અને મેચ ટાઈ થઈ. IPL 2020ની 10 મેચોમાંથી દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ બાદ આ બીજી મેચ હતી જેમાં સુપર ઓવર રમવામાં આવી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024