ચુરોસ – સ્પેનિશ સ્વીટ ડિશ છે જે દુનિયામાં ખૂબ જ વખણાય છે. ખૂબ જ સહેલાઈથી ઓછી સામગ્રીમાં બની જશે. ચોકલેટ સોસ સાથે સર્વ કરવાના લીધે ખાસ કરીને બાળકો અને દરેક વ્યક્તિને ભાવશે.
સામગ્રી
- મેદો 3/4 કપ
- બટર 2 ચમચી અમૂલ રેગ્યુલર
- ખાંડ 1 ચમચી
- પાણી 1 કપ
- તેલ તળવા માટે
- તજનો ભૂકો 1 નાની ચમચી
- કેસ્ટર સુગર અથવા બુરુ ખાંડ 2 ચમચી
કડાઇમાં પાણી, બટર અને ખાંડને ગરમ કરો. જેવો ઊભરો આવે, ગેસ બંધ કરી તેમાં મેદો ઊમેરી લોટ તૈયાર કરી લો.
એક ડિશમાં બુરુ ખાંડ અને તજનો પાવડર મિક્સ કરીને રાખો.
કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. પાઇપીંગ બેગ માં સ્ટાર નોઝલ લગાવી 2-3 ઈંચના ચુરોસ તેલમાં તળી લો. એક સમયે 4-5 જ તળવા. તળેલા ચુરોસને તજ ખાંડના મિશ્રણમાં રગદોળી લેવા. ગરમાગરમ ચુરોસ ચોકલેટ સોસ સાથે સર્વ કરવા.
મોટેરાઓ માટે ચોકલેટ સોસમાં ચિલી ફ્લેક્સ નાંખી ખાવાથી ખૂબજ મસ્ત સ્વાદ આવશે.