Ankleshwar

  • ગુજરાતના અંકલેશ્વર(Ankleshwar) GIDCમાં એગ્રો કેમિકલ બનાવતી હિમાની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં બુધવારે મોડી રાત્રે રીએક્ટરમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક્ઝોથર્મીક રીએકશન થતાં અચાનક તાપમાન અને પ્રેસર વધી બ્લાસ્ટ સાથે આગ લાગી હતી.
  • જેમાં 6 કામદાર દાઝ્યા હતા, જે પૈકી એકનું મોત થયું હતું.
  • 2 કલાકની મહેનતે આખરે આગ પર કાબૂ મેળવાયો હતો.
  • ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે ( ડીશ) તાત્કાલિક અસરથી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી હતી.
Ankleshwar
આગમાં ગંભીર રીતે દાઝેલો કર્મચારી
  • સૂત્રો મુજબ જાણવા છે કે, (Ankleshwar)અંકલેશ્વર એગ્રો કેમિકલ બનાવતી હિમાની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટ નંબર 4 માં રિકેટર નંબર 401 ડાયક્લોરો નાઇટ્રો બેન્ઝીન, સોડિયમ સાઇનાઇટ, કોપર સાઇનાઇટ, ડાઇ મિથાઇલ ફોર્માઇડ તેમજ અન્ય રો મટીરીયલનો ઉપયોગ કરી ડાયક્લો બેનાઈલ નામની એગ્રો કેમિકલ બનાવાની પ્રક્રીયા ચાલી રહી હતી.
  • તો બુધવારે મોડી રાત્રે નાઇટ શીફ્ટમાં કોન્ટ્રાકટના 57 તેમજ કંપની 15  કામદાર મળી કુલ 72 કામદારો કામ કરી રહ્યા  હતા.
  • દરમિયાન રીએક્ટરમાં એક્ઝો થર્મિક રિકેશન કંટ્રોલ બહાર જતાં અચાનક ટેમ્પરેચર વધી ગયું અને ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી.
  • જેના કારણે ત્યાં કામ કરતા 6 કામદારો ગંભીર રીતે દાઝી જતાં અંકલેશ્વર બાદ ભરૂચ અને વડોદરા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં.
  • તેમાંથી મૂળ બિહાર રીવીલગંજના મહોમદ અલાઉદ્દીન મહંમદ સલાઉદ્દીનનું મોત થયું હતું.
  • તેમજ ઘટનાની જાણ થતાં 6 ફાયર ટેન્ડરો સ્થળ પર પહોંચી 2 કલાકની જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો.
  • જો કે સવાર સુધી આગના છમકલાં ચાલુ રહ્યા હતા.
  • તથા ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના એન.બી.વાઘેલાએ જણાવ્યું કે, કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે.
  • જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આર.આર. વ્યાસે કહ્યું કે,આગના પગલે ઘટના સ્થળે હવા પ્રદુષણ અંગે મુકી પોર્ટેબલ સિસ્ટમઆ હાઈડ્રો કાર્બનનું પ્રમાણ વધારે આવ્યું હતું,
  • જે સવારે ઘટ્યું હતું. જ્યારે ડીએસપી રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ એફ.એસ.એલ અને ડીશના રિપોર્ટ આધારે કાર્યવાહી કરવા કહ્યું છે.
  • દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ વ્યકિતઓના નામ
નામ રહેઠાણ ઉમર
રાજેશ કાંતિલાલ શ્રીવાસ્તવબક્સર, બિહાર
સુજીત મહંતોઅંકલેશ્વર મૂળ ભાગલપુર, બિહાર40
ઔરંગઝેબ અલી રજ્જાક અલી ઓપરેટરરહેઠાણ અંકલેશ્વર  મૂળ,  સીતારામપૂર,વર્ધમાન, પશ્ચિમ બંગાળ 35
મનોજ લાલચંદ રાયબક્સર,  બિહાર 37
લક્ષ્મણ કનોજિયાઅંકલેશ્વર મૂળ ઉત્તર પ્રદેશ,22
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024