આપણા સૌ ની ફેવરીટ ડીશ ચીઝ ગાર્લિક ટોસ્ટ. જે બનાવવી ખુબ જ સરળ છે. તેમજ ખુબ જ જલ્દી થી બની પણ જાય છે. અને ટોસ્ટ ને બનાવવા માટે જો ઓવન ના હોય તો પણ કઈ વાંધો નહિ આજે આપણે ટોસ્ટ ને તવા પર જ બનાવીશું. ચીઝ ગર્લિક ટોસ્ટ બાળકો ના ફેવરીટ હોય છે. અને ચીઝ ગાર્લિક ટોસ્ટ નાસ્તા ના સમયે બનાવ્યા હોય તો ખુબ જ સરસ લાગે છે.
સામગ્રી :-
- ૪ નંગ બ્રેડ,
- ૨ નંગ લીલા મરચા,
- થોડી કોથમરી,
- ૧ ચમચી ચિલિફ્લેક્ષ,
- ૧ ચમચી ઓરેગાનો,
- ૧ ક્યુબ ચીઝ,
- ૨ ક્યુબ ચીઝ.
- ૨ ચમચી લસણ ની પેસ્ટ.
- ડેકોરેશન માટે ટમેટો સોસ.
રીત :-
સૌપ્રથમ આપણે એક પેન લઈશું. તેમાં બટર ગરમ થવા માટે મુકીશું. બટર ગરમ થઇ જાય એટલે તેમાં લસણ ની પેસ્ટ ઉમેરી દઈશું. અને બને ને પ્રોપર મિક્ષ કરી એક પેસ્ટ બનાવી લેવી.
હવે તૈયાર કરેલી પેસ્ટ ને એક બાઉલ માં કાઢી ઠંડી થવા માટે મૂકી દઈશું.
હવે એક પેન માં બટર મૂકી અને બ્રેડ ને એક તરફ શેકી લઈશું. એક તરફ ટોસ્ટ જેટલી કડક થાય ત્યાં સુધી તેને શેકી લેવી.
ત્યાર બાદ એક તરફ શેકેલી બ્રેડ ને પ્લેટ માં કાઢી લેવી. અને બ્રેડ ની બીજી બાજુ જ્યાં બ્રેડ કાચી છે. તેના પર તૈયાર કરેલી બટર અને ગર્લિક ની પેસ્ટ ને બ્રશ વડે લગાવી દઈશું.
હવે આપણે કોથમરી અને લીલા મરચા ને જીણા સમારી લઈશું. અને બ્રેડ પર તેનું એક લેયર કરી લઈશું.
હવે આપણે ખમણી વડે ચીઝ ને બ્રેડ પર ખમણી લઈશું. તમને પસંદ હોય તેટલું ચીઝ ઉમેરી શકો છો. ત્યાર બાદ ચીઝ ઉપર આપણે ચિલિફ્લેક્ષ અને ઓરેગાનો ઉમેરી દઈશું.હવે એવી જ રીતે મેં ૪ બ્રેડ ટોસ્ટ તૈયાર કરી લીધા છે. જે હવે શેકાવવા માટે એકદમ તૈયાર છે.
હવે એક પેન માં બટર મૂકી અને તૈયાર કરેલા ટોસ્ટ ને પેન માં મૂકી અને તેનું ઢાંકણ ઢાંકી દઈશું. તેને લગભગ ૪-૫ મિનીટ સુધી થવા દેવું. ઓર ચીઝ મેલ્ટ થઇ જાય ત્યાં સુધી ટોસ્ટ ને થવા દેવા.
હવે તમે જોઈ શકો છો ચીઝ મેલ્ટ થઇ ગયું છે. અને ટોસ્ટ પણ એકદમ શેકાઈ ગયા છે. અને સર્વ કરવા માટે એકદમ તૈયાર છે.
તો હવે ચીઝ ગર્લિક ટોસ્ટ ને એક પ્લેટ માં કાઢી અને ટમેટો સોસ જોડે સર્વ કરીશું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઇજને લાઈક કરો.જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.