CRPF જવાનોએ માનવતાનો દાખલો બેસાડ્યો.

પોસ્ટ કેવી લાગી?
  • છત્તીસગઢ ના બીજાપુર જિલ્લામાં સીઆરપીએફ (CRPF)ના જવાનોએ માનવતાનો એક સુંદર દાખલો બેસાડ્યો છે.
  • જવાનોએ 6 કિલોમીટરનો રસ્તો કાપીને એક ગર્ભવતી મહિલાને હૉસ્પિટલ પહોંચાડી.
  • છેવાડાનો વિસ્તાર હોવાથી અહીં વાહનની વ્યવસ્થા નથી હોતી. જેથી જવાનોએ મહિલાને ખાટલા ની ડોળીમાં બેસાડીને તેને ઉંચકીને ઍમ્બ્યુલન્સ સુધી પહોંચાડી.
  • અહીંથી મહિલાને તાત્કાલીક હૉસ્પિટલ લઈ જવામાં આવી.
  • હૉસ્પિટલમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. માતા અને બાળકની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. હાલ મહિલાની જિલ્લા હૉસ્પિટલમાં જરૂરી સારવાર ચાલી રહી છે.
  • મંગળવારે બીજાપુર વિસ્તારમાં સીઆરપીએફની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી.
  • સર્ચિંગ દરમિયાન જવાનોને ગાઢ જંગલમાં એક મહિલા મળી.
  • મહિલા ઘણી બીમાર હતી અને પ્રસવ પીડાથી કણસી રહી હતી. આસપાસના વિસ્તારમાં કોઈ વ્યવસ્થા પણ નહોતી. ત્યારબાદ સીઆરપીએફ જવાનોએ મહિલાની મદદ કરવાનો નિર્ણય લીધો.
  • જવાનોએ કામચલાઉ ડોળી બનાવીને મહિલાને ખભે ઊંચકી દીધી. પછી 6 કિલોમીટર પગપાળા કાપીને જવાનોએ મહિલાને ઍમ્બ્યુલન્સ સુધી પહોંચાડી. ત્યારબાદ ગર્ભવતી મહિલાને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures