District Collector

District Collector

કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર (District Collector) સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સંલગ્ન વિભાગની કામગીરીની સમિક્ષા કરી કલેક્ટરએ જરૂરી સુચનાઓ આપી હતી.

નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને અંત્યોદય રેશનકાર્ડ આપવાની પુરવઠા વિભાગ દ્વારા ચાલી રહેલી કામગીરીની વિગતો મેળવી જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, પછાત વિસ્તારોનો સરવે કરી વિચરતી જાતિ સમુદાયના લોકો સહિતના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સત્વરે અંત્યોદય રેશનકાર્ડ મળે તે આવશ્યક છે. નવા રેશનકાર્ડની સાથે સાથે આધાર સિડીંગની કામગીરી પણ સમયસર પૂર્ણ કરવા કલેક્ટરએ સુચના આપી હતી.

જિલ્લા કલેક્ટરએ તોલમાપ વિભાગ દ્વારા પેટ્રોલ પંપ, સસ્તા અનાજની દુકાનો, ફરસાણ અને મીઠાઈના વેપારીઓ, કરીયાણાના વેપારીઓ સહિતના સ્થળોએ કરવામાં આવતા નિરિક્ષણ અને તેમની સામે કરવામાં આવેલા કેસની વિગતો મેળવી હતી. સાથે સાથે ખાદ્ય વિભાગની કામગીરીની સમિક્ષા કરી રીપીટેડ ડિફોલ્ટર્સને આઈડેન્ટીફાઈ કરી તેમની સામે પગલા લેવા તાકીદ કરી હતી.

આ પણ જુઓ : સાબરકાંઠા : ભાજપ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અંતર્ગત બેઠક યોજાઇ

બેઠકમાં ઉપસ્થિત કન્ઝ્યુમર ફોરમ કમિશનના પ્રમુખ એ.એસ.ગઢવીએ જિલ્લાના ગ્રાહકોમાં ખરીદી સમયે પાકા બિલ અને ગ્રાહકને મળતા અધિકારો સહિતની વિસ્તૃત માહિતી આપી હતી. શ્રી ગઢવીએ ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ કેળવાય તે માટેના પ્રયાસો કરવા અપીલ કરી સવિસ્તાર માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ જુઓ : સાંતલપુર : સાંતલપુર સિંઘાડા પાટિયા પાસે અર્ટિકાં ગાડી ને નડયો અકસ્માત.

આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી સુ ગીતાબેન દેસાઈ, વાજબી ભાવની દુકાનના સંચાલકોના એસોશિએશનના પ્રમુખ, જુનાગંજ અનાજ બજારના પ્રમુખ, કાનૂની માપ અને વિજ્ઞાન ખાતાના અધિકારીઓ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ તથા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના બિનસરકારી સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024