GST
- શુક્રવારે GST કાઉન્સિલની ૪૦મી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા જેવા કે,
- જે વેપારીઓ જુલાઈ ૨૦૧૭ થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી ટેક્સની NIL જવાબદારી ધરાવતા હોય તેમની લેટ ફી માફ કરાઈ .
- મે, જૂન અને જુલાઈ માટે રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા વધારીને સપ્ટેમ્બર કરાઈ, વ્યાજ કે લેટ ફી લેવાશે નહીં.
- જુલાઈ ૨૦૧૭થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી માસિક સેલ્સ રિટર્ન નહીં ભરવા માટે GTB ૩B માટે લેટ ફી મહિને મહત્તમ રૂ. ૫૦૦ નક્કી કરાઈ છે.
- તેમજ આ જોગવાઈ જુલાઈથી સપ્ટેમ્બર સુધીનાં રિટર્નને લાગુ પડશે.
- GTB ૩B માટે સિંગલ વિન્ડો સુવિધા ૧ જુલાઈથી ૩૦ સપ્ટેમ્બર સુધી શરૂ કરાઈ.
- તથા રૂ. ૫ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનાર વેપારીએ હવે ચૂકવવાનાં બાકી ટેક્સ પર ૧૮ ટકાને બદલે ૯ ટકા એટલે કે ૫૦ ટકા ઓછું વ્યાજ ચૂકવવાનું રહેશે.
- પહેલા ટેક્સની ચૂકવવાની બાકી રકમ પર ૧૮ ટકાનાં દરે વ્યાજ લેવામાં આવતું હતું.
- કોરોનાનાં સંકટ વચ્ચે શુક્રવારે GST કાઉન્સિલની ૪૦મી બેઠક મળી હતી.
- તેમાં રિટર્ન ફાઈલ કરવા માટે લેટ ફીની જોગવાઈથી પરેશાન વેપારીઓને રાહત આપવામાં આવી છે.
- જે વેપારીઓએ હજી સુધી રિટર્ન ભર્યા ન હોય અને જે જીએસટીની શૂન્ય જવાબદારી ધરાવતા હોય તેમને લેટ ફીમાં માફી આપવામાં આવી છે.
- બેઠકમાં નાના કરદાતાઓને રાહત આપવાનાં મુદ્દે સંમતિ સધાઈ છે.
- તેમજ વાર્ષિક રૂ. ૫ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ ફેબ્રુઆરીથી જૂન ૨૦૨૦ વચ્ચે રિટર્ન ફાઈલ કરવા માટે હવે ફક્ત ૯ ટકા વ્યાજ ચૂકવવાનું રહેશે.
- નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે રાજ્યોને વળતર આપવા મુદ્દે તેમજ પાન-મસાલા પર GST મામલે જુલાઈની બેઠકમાં નિર્ણય લેવાશે
- તથા બેઠકમાં ફૂટવેર, ફર્ટિલાઇઝર અને ટેક્સસ્ટાઇલ પર ડયૂટી ઇન્વર્ઝનનો મુદ્દો ચર્ચાયો હતો પણ તે અંગે હવે પછીની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે.
- Inflation: શાકભાજી અને ફળો બાદ હવે ખાવાનું તેલ થશે મોંઘુ.
- Mumbai: બજારો ખુલતાની સાથે જ હીરા બજારમાં 35 કરોડનું ઉઠમણું.
- Lockdown: પારલે-જી નું સૌથી વધુ વેચાણ, 82 વર્ષનો રેકોર્ડ તૂટ્યો.
- Economics: અનલૉક-1 પછી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થવા લાગશે.
- તેમજ ભોજન કરનારાઓ માટે ભલે રોટી અને પરોઠા એકસરખા હોય પણ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAR) દ્વારા રોટી અને પરોઠાને અલગ અલગ કેટેગરી ગણવામાં આવે છે.
- તેથી ભોજનાલયોમાં પીરસવામાં આવતી રોટલી પર ૫ ટકા લેખે GST લેવામાં આવે છે
- પરંતુ હવે પરોઠા પર ૧૮ ટકાનાં દરે GST વસૂલવા વિચારાઈ રહ્યું છે.
- GST કાઉન્સિલની બેઠકમાં કેન્દ્ર અને રાજ્યોની જીએસટીની આવક વધારવા માટે કેટલીક ચીજવસ્તુઓ પર ટેક્સનાં દર વધારવા ચર્ચા કરાઈ હતી.
- લોકડાઉનને કારણે વેપાર ઉદ્યોગો પાયમાલ થઈ ગયા છે ત્યારે ટેક્સ વધારો વિકાસમાં અવરોધક બની શકે છે
- તેથી GSTનાં દરમાં વધારો કરવાનું પગલું લેવામાં આવ્યું ન હતું.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News