GST કાઉન્સિલની બેઠકમાં કયા-કયા નિર્ણયો લેવાયા? જાણો.

પોસ્ટ કેવી લાગી?

GST

  • શુક્રવારે GST કાઉન્સિલની ૪૦મી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા જેવા કે,
  • જે વેપારીઓ જુલાઈ ૨૦૧૭ થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી ટેક્સની NIL જવાબદારી ધરાવતા હોય તેમની લેટ ફી માફ કરાઈ .
  • મે, જૂન અને જુલાઈ માટે રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા વધારીને સપ્ટેમ્બર કરાઈ, વ્યાજ કે લેટ ફી લેવાશે નહીં.
  • જુલાઈ ૨૦૧૭થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી માસિક સેલ્સ રિટર્ન નહીં ભરવા માટે GTB ૩B માટે લેટ ફી મહિને મહત્તમ રૂ. ૫૦૦ નક્કી કરાઈ છે.
  • તેમજ આ જોગવાઈ જુલાઈથી સપ્ટેમ્બર સુધીનાં રિટર્નને લાગુ પડશે.
  • GTB ૩B માટે સિંગલ વિન્ડો સુવિધા ૧ જુલાઈથી ૩૦ સપ્ટેમ્બર સુધી શરૂ કરાઈ.
  • તથા રૂ. ૫ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનાર વેપારીએ હવે ચૂકવવાનાં બાકી ટેક્સ પર ૧૮ ટકાને બદલે ૯ ટકા એટલે કે ૫૦ ટકા ઓછું વ્યાજ ચૂકવવાનું રહેશે.
  • પહેલા ટેક્સની ચૂકવવાની બાકી રકમ પર ૧૮ ટકાનાં દરે વ્યાજ લેવામાં આવતું હતું.
  • કોરોનાનાં સંકટ વચ્ચે શુક્રવારે GST કાઉન્સિલની ૪૦મી બેઠક મળી હતી.
  • તેમાં રિટર્ન ફાઈલ કરવા માટે લેટ ફીની જોગવાઈથી પરેશાન વેપારીઓને રાહત આપવામાં આવી છે.
  • જે વેપારીઓએ હજી સુધી રિટર્ન ભર્યા ન હોય અને જે જીએસટીની શૂન્ય જવાબદારી ધરાવતા હોય તેમને લેટ ફીમાં માફી આપવામાં આવી છે.
  • બેઠકમાં નાના કરદાતાઓને રાહત આપવાનાં મુદ્દે સંમતિ સધાઈ છે.
  • તેમજ વાર્ષિક રૂ. ૫ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ ફેબ્રુઆરીથી જૂન ૨૦૨૦ વચ્ચે રિટર્ન ફાઈલ કરવા માટે હવે ફક્ત ૯ ટકા વ્યાજ ચૂકવવાનું રહેશે.
  • નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે રાજ્યોને વળતર આપવા મુદ્દે તેમજ પાન-મસાલા પર GST મામલે જુલાઈની બેઠકમાં નિર્ણય લેવાશે
  • તથા બેઠકમાં ફૂટવેર, ફર્ટિલાઇઝર અને ટેક્સસ્ટાઇલ પર ડયૂટી ઇન્વર્ઝનનો મુદ્દો ચર્ચાયો હતો પણ તે અંગે હવે પછીની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે.
  • તેમજ ભોજન કરનારાઓ માટે ભલે રોટી અને પરોઠા એકસરખા હોય પણ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAR) દ્વારા રોટી અને પરોઠાને અલગ અલગ કેટેગરી ગણવામાં આવે છે.
  • તેથી ભોજનાલયોમાં પીરસવામાં આવતી રોટલી પર ૫ ટકા લેખે GST લેવામાં આવે છે
  • પરંતુ હવે પરોઠા પર ૧૮ ટકાનાં દરે GST વસૂલવા વિચારાઈ રહ્યું છે.
  • GST કાઉન્સિલની બેઠકમાં કેન્દ્ર અને રાજ્યોની જીએસટીની આવક વધારવા માટે કેટલીક ચીજવસ્તુઓ પર ટેક્સનાં દર વધારવા ચર્ચા કરાઈ હતી.
  • લોકડાઉનને કારણે વેપાર ઉદ્યોગો પાયમાલ થઈ ગયા છે ત્યારે ટેક્સ વધારો વિકાસમાં અવરોધક બની શકે છે
  • તેથી GSTનાં દરમાં વધારો કરવાનું પગલું લેવામાં આવ્યું ન હતું.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures