Gujarat university

  • અમદાવાદ શહેરની (Gujarat university) ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે.
  • કોરોના વાઈરસને પગલે સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરીક્ષા લેવાનો પરિપત્ર જાહેર કર્યો છે.
  • પરંતુ સવાલ એ છે કે, દિવ્યાંગ વિદ્યાર્થી માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરીક્ષા આપવી કેવી રીતે શક્ય છે.
  • તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલગ કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી.
  • તો આ વિષય પર દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે. 
  • દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે એક રાઈટરની જરૂર પડે છે.
  • જોકે અત્યારે કોરોનાને પગલે સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તમામ પરીક્ષાઓ લેવાશે તેવો પરિપત્ર જાહેર કર્યો હતો. પરંતુ દિવ્યાંગો માટે આ શક્ય નથી.
  • તેથી કોંગ્રેસે રાજ્ય સરકારને રજૂઆત કરી છે કે, આ પ્રકારના વિદ્યાર્થીઓ માટે એક અલગ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી જોઈએ
  • જોકે દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા કક્ષ સુધી જવા માટે પણ સહારાની જરૂર પડતી હોય છે
  • ત્યારે જો પરીક્ષા સમયે રાઈટર જ નહીં રહે તો તે લોકો માટે પરીક્ષા આપવી મુશ્કેલ બની જશે. 
  • (Gujarat university) ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની અલગ-અલગ યુનિવર્સિટીઓએ પરીક્ષાઓ માટે દરેક સેન્ટરની પંસદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
  • પણ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલગથી કોઈ સ્પષ્ટતા નથી.
  • એટલે દિવ્યાંગો માટે પણ અલગથી ગાઈડલાઈન જાહેર કરવી જોઈએ,
  • વિદ્યાર્થીઓને રાઈટરની સુવિધા કઈ રીતે મળશે? કઈ રીતે તેઓ પરીક્ષા આપશે?,તેઓને કઈ રીતે સેન્ટર ફાળવાશે? વગેરેની તમામ વિગત આ ગાઈડલાઈનમાં ઉપલબ્ધ હોય.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024