કરિના કપૂર ખાન અત્યાર સુધી સોશ્યલ મીડિયાના એક પણ પ્લેટફોર્મ પર ન હતી, જોકે તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાં કરિના કપૂર ખાન કરીને એક અકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં એક વીડિયો અને એક ફોટો શૅર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે એક વીડિયો પોસ્ટ કરીને કહેવામાં આવ્યુ હતુ કે, ટૂંક સમયમાં આવું છું. વીડિયોમાં એક બિલાડી ભાગતી જોવા મળે છે. જોકે ગઇકાલ સુધી આ એકાઉન્ટના ડિસ્પ્લે પિકમાં કોઇ ફોટો જોવા મળ્યો ન હતો. પરંતુ ૧ કલાક પહેલા કરિનાએ પોતાનો ફોટો પોસ્ટ કર્યો અને ડિસ્પ્લે પિકમાં પોતાની બાળપણની ફોટો શૅર કરીને ઑફિશ્યલ કરી દીધું કે તેણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનું ડેબ્યૂ કરી દીધુ છે. 

આ સિવાય કરિના કપૂર ખાનના આ એકાઉન્ટમાં ઑફિશ્યલ બ્લૂ ટિક પણ જોવા મળી રહી છે અને ગણતરીના કલાકોમાં જ કરિનાના લાખોથી વધારે ફૉલોઅર્સ થઇ ગયા છે. આ સિવાય કરિનાની બહેન કરિશ્મા કપૂરે પણ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર સ્ટોરી શૅર કરીને કરિનાનો ફોટો મૂક્યો છે અને તેણે વેલકમ કહ્યુ છે.

કરિના હવે અંગ્રેજી મીડિયમમાં જોવા મળશે

કરિનાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો એક્ટ્રેસ ‘અંગ્રેજી મીડિયમ’માં ઈરફાન ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મમાં કરિના પોલીસના રોલમાં છે. ફિલ્મમાં તેનો નાનો પણ મહત્ત્વનો રોલ છે. આ ઉપરાંત કરિના કપૂર ખાન એક્ટર આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કામ કરી રહી છે. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રિમેક છે. કરિના કપૂર ખાન ડિરેક્ટર કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’માં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, જાહન્વી કપૂર, અનિલ કપૂર તથા ભૂમિ પેડનેકર સાથે જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024