Skip to content
WhatsApp
- તાજેતરમાં ટ્વિટર પર સૌથી મોટો સાયબર હુમલો થયો.
- Twitter (ટ્વીટર) ની સુરક્ષામાં મોટુ ગાબડુ પડતા નામી અને જાણીતી હસ્તીઓના એકાઉન્ટ હેક થયાની ફરિયાદ સામે આવી છે.
- આ હસ્તીઓમાં એલન મસ્ક, બરાક ઓબામા અને બિલ ગેટ્સ જેવા મોટા નામ શામેલ છે.
- ત્યારે હવે વોટ્સએપ હેકિંગના સમાચાર પણ સામે આવ્યા છે.
- ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp (વોટ્સએપ) ના હેકિંગના સમાચાર વચ્ચે સિક્યોરિટીને લઈ યુઝર્સમાં ડર રહે છે.
- જો તમે ઇચ્છો છો કે તમારું WhatsApp સિક્યોર રહે અને કોઈ તેણે હેક ન કરી શકે તો તેની સેટિંગમાં અમુક ખાસ ફેરફાર કરવાની જરૂર છે.
- મીડિયા રિપોર્ટ મુજબ સૌથી પહેલા WhatsApp (વોટ્સએપ) ઓપન કરી સેન્ટિંગ્સમાં જઈ તમારા એકાઉન્ટ પર ક્લિક કરો.
- આ બાદ તમને ટૂ-સ્ટેપ વેરિફિકેશન (Two-step Verification) ઓપ્શન નજરે આવશે.
- આ ટૂ-સ્ટેપ વેરિફિકેશન (Two-step Verification) ઓપ્શન પર ક્લિક કરી આને અનેબલ (Enable) કરવાનું રહેશે.
- તેનાથી યુઝર્સ 6 અંકોનો એક પિન ક્રિએટ કરી શકશે.
- આ પિનનો ફાયદો એ થશે કે કોઈ પણ નવા ફોનમાં વોટ્સએપની સેટિંગ કરતા આ પિનની જરૂરત પડશે.
- ટૂ-સ્ટેપ વેરિફિકેશન કોડના માધ્યમથી પિન ક્રિએટ કર્યા બાદ તમારી પાસે ઇમેલ એડ્રેસ લિંક કરવાનું ઓપ્શન હશે.
- તથા જો તમે ક્યારે તમારો પિન ભૂલી જાયો છો તો વોટ્સએપ તમારા ઇમેલ પર વેરિફિકેશન લિંક મોકલી શકશે.