• કોરોના એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આની અસર ઘણી જગ્યા એ જોવા મળી રહી છે.
  • કોરોના વાયરસના કારણે ભારત સહિત દુનિયાભરમાં લોક ડાઉનની સ્થિતિ આવી છે. લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળતા પણ વિચાર કરી રહ્યા છે.આ સમયે કેન્દ્રની મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે.
  • આ નિયમથી દેશના 75 કરોડ લોકોને ફાયદો થશે અને તેઓ 2 મહિનાના બદલે 6 મહિનાનું કરિયાણું એકસાથે સ્ટોર કરી શકશે.
  • કોરોનાના સંકટને લઈને મોદી સરકારે બદલ્યો નિર્ણય ! સસ્તુ અનાજ મેળવનારા 75 કરોડ લોકોને મળશે ફાયદો.
  • ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે કે મોદી સરકારના આ નવા નિયમથી સસ્તું અનાજ મેળવવાના હકદાર એવા 75 કરોજ લોકોને 6 મહિનાનું કરિયાણું  એકસાથે ખરીદવાની છૂટ આપવામાં આવશે.
  • હાલમાં તેઓ વધુમાં વધુ 2 મહિનાનું રાશન એકસાથે લઈ શકે છે. અમારા ગોડાઉનમાં અનાજનો પર્યાપ્ત ભંડાર છે. અમે દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે તેઓ ગરીબોને 6 મહિનાનો અનાજનો કોટા એકસાથે લેવાની છૂટ આપે. 
  • ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાને વધુમાં જણાવ્યું હતું કે કે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે આ નિર્ણય લેવાયો છે જેથી કોઈ પણ પ્રકારની પાબંદી લાગૂ થાય તો ગરીબ લોકોને અનાજ મેળવવામાં તકલીફ ન થાય. હાલમાં પંજાબ સરકારે લોકોને 6 મહિનાનું રાશન ઉઠાવવાની મંજૂરી આપી છે. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024