ચાલુ વર્ષ ૨૦૧૮-૧૯ માં રાજ્યના દુષ્કાળથી અસરગ્રસ્ત તાલુકાઓમા અસરગ્રસ્ત ખેડુતોને ૨ હેકટર સુધીની કૃષિ ઇન્પુટની સહાય આપવાની ઠરાવેલ છે. અસરગ્રસ્તોને કૃષિ ઇનપુટ સહાયની અરજી કરવા પુરતી સમયમર્યાદા મળી રહે તથા ભવિષ્યમા કોઇ અરજદારની અરજી રહી જવા અવકાશ ન રહે તે માટે આવી નુકશાની સબબની અરજીઓ સ્વીકાર કરવા કટ ઓફ ડેટ તા.૧૫/૦૧/૨૦૧૯ જાહેર કરેલ છે.

પાટણ જીલ્લાના અસરગ્રસ્ત ખેડુતોએ નિયત નમુનામાં અરજી જરુરી વિગત ભરીને તેની સાથે ૮અ, ૭/૧૨ની ચાલુ સાલના પાકના વાવેતરની નોધ સાથેની નકલ તથા બેંક પાસબુકની નકલ IFSC CODE સાથે/રદ કરેલ ચેક જોડીને આપવાની છેલ્લી તારીખ-૧૫/૦૧/૨૦૧૯ કરેલ હોઇ અસરગ્રસ્ત ખેડુતે તારીખ- ૧૫/૦૧/૨૦૧૯ સુધીમા જે તે ગ્રામ પંચાયતમા તલાટી કમ મંત્રી પાસે જમા કરાવવાની રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી ,પાટણની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.