પાટણ ખાતે જિલ્લા વહીવટીતંત્ર પાટણ અને પ્રયાસ ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે માનવતાની દિવાલ ખુલ્લી મુકવાનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો સાથે નગરપાલીકાના પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ પટેલ- માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી સુરેશભાઇ બક્ષી- ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતુ કે પાટણ શહેરમાં આ એક નાનકડો પ્રયાસ માનવતા દિવાલ થી જરૂરીયાત મંદોને પોતાના જરૂરીયાત મુજબનાં કપડાં- પગરખાં- ધાબળા- શાલ તેમજ અન્ય વસ્તુઓ ઉપલબ્ધ બનશે તેમના જીવનમાં એક અનેરો આનંદ જોવા મળશે. મધ્યમ વર્ગ માટે દાન કરવાનો આ એક અનેરો અવસર પ્રદાન થશે. સમાજના દરેક વર્ગ જોડે જરૂરીયાત નથી તેવા – વધારાની હોય તો તેવી સામગ્રીનો સદ ઉપયોગ થાય તે માટે માનવતાની દિવાલ ખાતે મુકી સેવામાં ભાગીદાર બનવું જોઇએ. બીન ઉપયોગી સામગ્રી ગરીબો માટે અનમોલ રતન બનશે. તો આવો આપણે સૌ સાથે મળી આ સેવાના કાર્યમાં સહભાગી બનીએ. જયારે ગરીબોને પોતાને જરૂરીયાત છે- તેજ સામગ્રી માનવતાની દિવાલેથી લઇ જવા વિનંતી કરી હતી.

આ કાર્યક્રમમાં પ્રયાસ ફાઉન્ડેશનના સભ્યો- ચીફઓફિસર રઘજીભાઇ પટેલ- માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર બટુકભાઇ ત્રિવેદી- જિલ્લા માહિતી કચેરીના ડી.પી.પટેલ તેમજ કલબ ઓફિસરના અધિકારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.