PIA
- અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને જણાવ્યું કે અમે પાકિસ્તાની ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA) ને પરમિશન આપવા સંબંધિત નિર્ણય બદલી નાખ્યો છે.
- તે મુજબ પાકિસ્તાની ઈન્ટરનેશનલ એરલાઈન્સ અમેરિકામાં ચાર્ટર ફ્લાઈટ્સ ઉડાવી શકે તેમ હતી. પરંતુ હવે તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
- તો અમેરિકાએ તેની પાછળ પાકિસ્તાની પાઈલટ્સના સર્ટિફિકેટ્સને લઈને ફેડરેશન એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ની ચિંતાઓનો હવાલો આપ્યો છે.
- અત્રે જણાવવાનું કે પાકિસ્તાન પોતાના અનેક પાઈલટો પર રોક લગાવી ચૂક્યું છે.
- ગત મહિને પાકિસ્તાને પોતાના ત્રીજા પાઈલટને નકલી લાઈસન્સના પગલે હટાવ્યો હતો.
- આ બાજુ યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સીએ પીઆઈએ (PIA) ના ઓથોરાઈઝેશનને સસ્પેન્ડ કર્યા છે.
- આ રોક 6 મહિના માટે લગાવવામાં આવી ચે.
- પાકિસ્તાનની જિયો ન્યૂઝે કહ્યું કે PIA એ અમેરિકાના પ્રતિબંધની પુષ્ટિ કરી છે.
- PIA એ જણાવ્યું કે એરલાઈન્સને લઈને જે જરૂરી સુધારાની જરૂર છે તેના પર તેઓ કામ કરશે.
- ઉપરાંત પાકિસ્તાને એવા પાઈલટ્સ કે જેમના લાઈસન્સ અને ક્વોલિફિકેશન્સને લઈને ખોટી જાણકારીઓએ અપાયેલી છે તેમની તપાસ એક વિમાન અકસ્માત બાદ શરૂ કરી હતી.
- આ વર્ષે મે મહિનામાં એક પીઆઈએ (PIA) જેટ ક્રેશ થયું હતું.
- તો આ ફ્લાઈટમાં 97 લોકોના મોત થયા હતાં.
- Increment : આ ત્રણ બેન્કે કર્મચારીઓના પગારમાં કર્યો વધારો, જાણો વિગત
- America એ ઓનલાઈન ક્લાસ કરતાં દરેક વિદેશી વિદ્યાર્થીઓને દેશ છોડવા કહ્યું
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow