- અમદાવાદ ગાંધીનગરની પોઇન્ટ બસ સેવાઓ આવતી કાલ 1 જૂનથી શરુ થશે.
- વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ કહ્યું છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓ અને કચેરીઓ માટે એસ.ટી દ્વારા ચલાવવામાં આવતી અમદાવાદ ગાંધીનગરની પોઇન્ટ બસ સેવાઓ આવતી કાલ 1 જૂનથી શરુ થશે.
- પંરતુ તે માત્ર અમદાવાદ મહાનગરના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાંથી ગાંધીનગર આવવા શરૂ કરવામાં આવી છે.
- આવતી કાલ 1 જૂનથી રાજ્યમાં સચિવાલય સહિત સરકારી કચેરીઓ શરૂ કરવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે.
- વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ આ માટેની વિગતો આપતા કહ્યું કે,
- ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર આ પોઇન્ટ બસ સેવાઓ બસની કુલ પેસેન્જર કેપેસિટીના 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરવામાં આવશે.
- આ પણ વાંચો: ગુજરાતમાં લોકડાઉન 5 વાઈરલ મેસેજ અંગે CM રૂપાણીનો ખુલાસો.
- શરીરને FIT(ફિટ) રાખવા માટે ના ઉપાય
- કોઈ પેસેન્જર આ પોઇન્ટ સેવાની બસમાં ઊભા રહીને મુસાફરી નહિ કરી શકે.
- તથા મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે
- આ બસ સેવાઓ પોઇન્ટ ટુ પોઈન્ટ શરૂ કરવામાં આવશે, એટલે કે વચ્ચે ના રસ્તા પરથી કોઈ પેસેન્જર લેવામાં આવશે નહિ.
- બસમાં પ્રવેશ આપતા પૂર્વે પ્રત્યેક મુસાફરોનું ટેમ્પ્રેચેર પણ ચેક કરવામાં આવશે.
- તથા દરેક મુસાફરે બસ ઉપાડવાના નિર્ધારિત સમયથી 15 મિનિટ પહેલા પોઇન્ટ પર પહોંચવાનું રહેશે.
- તેમજ આવી બસોને દરેક ટ્રીપ બાદ સંપૂર્ણ સેનીટાઇઝ પણ કરવામાં આવશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News