આવી મજેદાર સ્ટ્રોબરીની વાનગી એટલે સ્ટ્રોબરી યોગર્ટ લૉ-ફેટ દહીં વડે તૈયાર કરવામાં આવ્યું છે, જેથી હ્રદયની બીમારી અને વધુ કોલેસ્ટ્રોલ ધરાવનાર વ્યક્તિ પણ તેને માણી શકે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2019/02/Strawberry-yogurt-dessert.jpg?resize=640%2C427&ssl=1)
સામગ્રી:-
- ૧ કપ લૉ-ફેટ ચક્કો દહીં
- ૧/૪ કપ મસળેલી સ્ટ્રોબરી
- ૪ ટીસ્પૂન પાવડર સાકર
રીત:-
- એક બાઉલમાં બધી વસ્તુઓ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તેને ૨ થી ૩ કલાક રેફ્રીજરેટરમાં રાખો જેથી મિશ્રણ સંપૂર્ણ ઘટ્ટ બને.
- સ્ટ્રોબરી વડે સજાવીને ઠંડું પીરસો.