Recipe : જાણો ફરાળી કાંદા-આલૂ પકોડા વાનગીની રીત. 12 October,201928 March,2019 by PTN News પોસ્ટ કેવી લાગી? સામગ્રી:- ૧ કપ અર્ધ ઉકાળીને ખમણેલું કંદ૧ કપ કાચા બટાટા , છોલીને ખમણેલા૧ ટેબલસ્પૂન આરારૂટનો લોટ૨ ટીસ્પૂન શેકેલી મગફળીનો પાવડર૨ ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાંસિંધવ મીઠું , સ્વાદાનુસારતેલ , તળવા માટે વિધિ:- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, સારી રીતે મિક્સ કરી લો.હવે એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક ચમચા જેટલું મિશ્રણ નાંખતા જઇ પકોડાને મધ્યમ તાપ પર દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી ટીશ્યુ પેપર પર કાઢી સૂકા થવા મૂકો.લીલી ચટણી સાથે તરત જ પીરસો.