• સુરતની SOG અને ગીર સોમનાથ પોલીસે  બાબત ના આધારે જહાંગીર પુરા વિસ્તારમાં એક મકાનમાં દરોડા પાડી 3 કિલો ગ્રામ ચરસ એટલે કે 3 લાખના ચરસના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે.
  • જો કે આ યુવાન ઉચ્ચ અભ્યાસ કરેલ હોવા છતા કેવી રીતે આ ધંધામાં સંકળાયો તે મુદ્દે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી  છે.
  • સુરતના જહાંગીરપુરા ના  વિસ્તારમાં આવેલ રાધે પાર્ક સોસાયટીમાં આવેલ મકાન નંબર 221માં ચરસનો જથ્થો હોવાની બાબત ની જાણ  ગીર સોમનાથ પોલીસ દ્વારા મળી હતી.
  • તમને જણાવવમાં આવે છે કે, થોડા સમય પહેલા સતીષ નામના ઈસમને 2 લાખના ચરસ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો, જેને ધ્યાનમાં લઈ આ ઈસમની તપાસ કરતા સુરતના  કૃણાલ નામના ઈસમ પાસેથી લાવ્યાની વિગત સામે આવતા પોલીસે કૃણાલની પણ ધરપકડ કરી હતી.
  • જોકે કુણાલની પોલીસે ધરપકડ કરી તેની તપાસ શરૂ કરવામાં આવતા સુરતના જહાંગીરપુરા ના  વિસ્તારમાંથી પાર્થ નામના ઈસમ પાસેથી લાવ્યાની માહિતી ખુલી, જેના આધારે દરોડા પાડતા તેના ઘરેથી વધુ 3 કિલો ચરસ મળી આવતા પોલીસે તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
  • આ ઇસમની તપાસ કરતા તેનુી પાસેથી એક CBIનું આઈકાર્ડ અને એક પ્લેટ પણ મળી આવી હતી.
  • પોલીસે આ તમામ મુદ્દામાલ  કબ્જે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ યુવાન ઉચ્ચ અભ્યાસ કરેલ હોવા સાથે ધંધો કરવાનું કહીને મકાન ભાડા પર રાખીને ચરસનો વેપાર કરતો હતો,
  • તે ચરસ ક્યાંથી લાવ્યો અને કેટલા સમયથી આ ધંધો કરે છે અને અત્યાર સુધીમાં કોને કોને આ નશીલો પદાર્થ વેચ્યો છે, તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024