ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ માં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કોવર્ડ (ATS)ની ટીમે સુરતથી હત્યામાં સંકળાયેલા 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય આરોપીઓની અલગ અલગ ભૂમિકા છે. સુરતથી મીઠાઈનો ડબ્બો ખરીદ્યો હતો અને લઈ ગયા હતા. તિવારીએ કરેલી ટિપ્પણી મામલે હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. હાલમાં એટીએસ દ્વારા ફૈઝાન,રશિદ અને મોહસિનની આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

પ્રાથમિક તપાસમાં અમને જાણ કરતા ખબર પડી છે કે આ ત્રણેય વ્યક્તિ કમલેશ તિવારીની હત્યામાં સંડોવાયેલા છે. આ ઉપરાંત અન્ય બે લોકો પણ સામેલ છે. જેમની શોધખોળ ચાલી રહી છે. ધરપકડ કરાયેલા લોકો સાથે હાલ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. રશીદ પઠાણે પહેલાનો પ્લાન બનાવ્યો હતો. 2015માં જ્યારે કમલેશ તિવારીનાં નિવેદન સામે વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે આને મારી નાંખવો જોઇએ. ફૈઝાન મીઠાઇ લેવાનાં દેખાતા સીસીટીવીમાં દેખાયો હતો. રાશીદનો ભાઇ અને ગૌરવ તિવારીની પહેલા અટકાયત કરી હતી હાલ તેમને છોડી દેવામાં આવ્યાં છે. પરંતુ તે બંન્ને પર ચાંપતી નજર રાખવામાં આવશે.

યુપી પોલીસે દાવો કર્યો છે કે, કમલેશ તિવારી હત્યાકાંડની ગુત્થી 24 કલાકમાં જ ઉકેલી દેવામાં આવી છે. રશીદ પઠાણ નામનો વ્યક્તિ આ હત્યાકાંડનો મુખ્ય આરોપી છે. યુપી પોલીસના ડીજીપી ઓપી સિંહે કહ્યું કે, આ મામલે અત્યાર સુધી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમના નામ રશીદ અહમદ પઠાણ, મૌલાના મોહસિન શેખ અને ફૈઝાન. રશીદ અહમદ પઠાણ 23 વર્ષનો છે. યુપી પોલીસના જણાવ્યા પ્રમાણે રશીદ અહમદ પઠાણને કોમ્યુટરને સારું ક્નોલેજ છે. પરંતુ તે વ્યવસાયે દરજી કામ કરે છે. મૌલાના મોહસિન શેખની ઉંમર 24 વર્ષ છે. આ યુવક સાડીની દુકાનમાં કામ કરે છે. ત્રીજા યુવકનું નામ ફૈઝાન છે અને તેની ઉંમર 21 વર્ષ છે. આ યુવક પણ સુરતનો છે અને તે ચંપલની દુકાનમાં કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીએ ડિસેમ્બર, 2015 માં પેગંબર મોહમ્મદ વિરોધી વિવાદિત નિવેદન આપ્યું હતું. તેને લઈ ઘણો વિવાદ થયો હતો, ત્યારબાદ કમલેશ તિવારીની વિવાદાસ્પદ નિવેદન બદલ ધરપકડ થઈ હતી. હાલમાં તેઓ જામીન પર છૂટ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપિઠે તાજેતરમાં જ કમલેશ તિવારી પર લાગેલા રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનને હટાવ્યો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.