• ભારત માં કોરોના વાયરસ ના સંક્રમિતો ની સંખ્યા 3000ને પાર થઈ ગઈ છે અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે.
  • નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાત ની ઇવેન્ટનો મામલો સામે આવ્યા બાદથી કોરોના દર્દીઓની સંખ્યામાં એકદમ વધારો નોંધાયો છે.
  • તબલીગી જમાત સાથે જોડાયેલા વિદેશીઓ પણ કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે.
  • રવિવારે મલેશિયાના 8 નાગરિકોની ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
  • આ તમામ લોકો હાલમાં જ આયોજિત તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયા હતા.
  • IGI ઇમિગ્રેશન વિભાગે મલેશિયા માટે માલિંદો એર રિલીફ ફ્લાઇટમાં સવાર થવાનો પ્રયાસ કરતાં આ લોકોને પકડી પાડ્યા. તેમને પોલીસ અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.
  • મળતી માહિતી મુજબ, આ તમામ મલેશિયાથી રાહત સામગ્રી લઈને આવેલી ફ્લાઇટમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
  • ઇમિગ્રશેન અધિકારીઓએ તેમને ટ્રેસ કરી લીધા હતા.
  • નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના કાર્યક્રમમાં ગયા મહિને હજારો લોકો સામેલ થયા હતા.
  • તેમાં ભારત ઉપરાંત 16 અન્ય દેશોના નાગરિક પણ સામેલ થયા હતા.
  • તેમાં મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત હતા.
  • સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, ભારતમાં અત્યાર સુધી એક હજારથી વધુ જમાતી કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.
  • દેશમાં આવેલા કુલ કેસોના લગભગ 30 ટકા તેમની હિસ્સેદારી છે.

Lockdown – ખોટા બહાના બનાવી ફરતા લોકો સામે પોલીસ દ્વારા કરાઈ કાયદેસરની કાર્યવાહી ।। PTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024