Accident in Patan : પાટણમાં બાઈક અને એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત

Accident in Patan : પાટણના દુનાવાડા- વાસા માગૅ પર ઉગી નિકળેલા ગાંડા બાવળ ના કારણે બાઈક અને એસટી બસ વચ્ચે અકસ્માત સજૉતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં પાટણ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત ની મળતી હકીકત મુજબ પાટણના દુનાવાડા ગામના રમેશજી કરશનજી ઠાકોર પોતાનું બાઈક લઈને દુનાવાડા … Read more

પાટણ : ખેડૂત સાથે મકાનની સ્કીમમાં ઊંચા ભાવના વળતરનું કહી લાખો ની ઠગાઇ

Patan Khedut sathe thagai

શંખેશ્વરના લોલાડા ગામના હરિભાઈ અજુભાઈ ખેરને દસેક વર્ષ અગાઉ તેમના મિત્ર ખીજડીયારી ના હિતેશ કાંતિલાલ ઠક્કરે વર્ષ 2012 માં પાટણ ખાતે તેમના મિત્ર ચેતનભાઇ ઇશ્વરભાઇ મહેતાની કુણઘેર થી પાટણ વચ્ચે આનંદ પ્લસ નામની રહેણાંક મકાનની સ્કીમમાં રોકાણ કરવાથી સારો આર્થિક ફાયદો થાય તેમ હોવાનું કહેતાં તેઓ તેમના મિત્ર લોલાડાના હિંમતભાઈ પ્રભુભાઈ સુથાર સાથે જગ્યા જોવા … Read more

પાટણ શહેરમાં એક જ પરિવારના બે સગા ભાઈઓને બે કલાક ના અંતરે હાર્ટ એટેક આવતા થયા મોત

Two brothers died of heart attack in patan

એક જ ઘરમાંથી બે સગા ભાઈ ની અંતિમ વિદાયથી પરિવાર સહિત વિસ્તારના લોકોમાં ગમગીની છવાઈ… સમગ્ર ગુજરાતમાં હાર્ટ એટેકથી આકસ્મિક મોતના બનાવોમાં ઉત્તરોત્તર ચિંતાજનક વધારો થઇ રહયો છે. ત્યારે સોમવારે પાટણમાં પ્રથમ મોટાભાઇ બેંકમાં ચેક ભરી પગપાળા દુકાને જતા હતા તે સમયે એકાએક હૃદય બંધ પડી જતાં મોત નિપજ્યુ હતું જેના આઘાતમાં સરી પડેલા નાનાભાઇ … Read more

પાટણ શહેરની ટ્રાફિક સમસ્યા, ભારે વાહનો પરના પ્રતિબંધ અને રખડતા ઢોરોની સમસ્યાના પશ્નો બાબતે રજૂઆતો કરાઈ

patan city

જિલ્લા સેવાસદન પાટણ ખાતે પોલીસ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ… શહેરની ટ્રાફિક સમસ્યા, ભારે વાહનો પરના પ્રતિબંધ અને રખડતા ઢોરોની સમસ્યાના પશ્નો બાબતે રજૂઆતો કરાઈ… આજરોજ જિલ્લા સેવા સદન પાટણ ખાતે પાટણ જિલ્લા પોલીસ સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર સુપ્રિતસિઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પાટણ જિલ્લા પોલીસ સલાહકાર સમિતિમાં વિવિધ સભ્યોની … Read more

પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારના ઉબડખાબડ માર્ગે મુસ્લિમ બુજુર્ગનો લીધો જીવ…

Patan Nilam Cinema

ઉબડ ખાબડ માગૅ પર બુજુર્ગ નુ એકટીવા સ્લીપ ખાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન મુસ્લિમ બુજુર્ગનું મોત નીપજતા વિસ્તારના રહિશોમાં પાલિકા પ્રત્યે રોષ ભભૂકીયો.. ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની કામગીરીને લઈને શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પૂર્વે બંધ કરાયેલા શહેરના વિવિધ રોડ રસ્તાના વિકાસ કામો પાલિકા દ્વારા પુનઃ ચાલુ કરવામાં આવ્યા … Read more

પાટણ : PTN News દ્વારા કરાયો ગેરકાયદેસર બાંધકામનો પર્દાફાશ

પાટણ શહેરમાં (Patan City) દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર (Illegal) બાંધકામોનો રાફડો ફાટી નિકળ્યો છે તેમ છતાં પાટણ નગરપાલિકાના (Municipality) સત્તાધીશો સહિત નગરસેવકો અને વોર્ડ ઈન્સ્પેકટરો મૌન સેવી રહયા છે. ત્યારે પાલિકાના સત્તાધીશોના મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરોએ બેફામ બની બિનઅધિકૃત બાંધકામ કરી પાટણ શહેરને બાનમાં લીધું છે.

(૧) રેસીડેન્સીયલ બાંધકામની મંજૂરી પર ગેરકાયદેસર કરેલ કોમર્શિયલ બાંધકામ
(ર) ૭૦ થી ૮૦ ટકા ગેરકાયદેસર કામગીરી પુર્ણ થઈ ગયેલ હોવા છતાં પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી નહીં.
(૩) તંત્રની બેદરકારી કે બિલ્ડરની?
(૪) કોની રહેમનજર હેઠળ થઈ રહી છે આ પ્રકારની કામગીરી?
(પ) પીટીએન ન્યુઝ દ્વારા કરાયેલ ગેરકાયદેસર બાંધકામનો પર્દાફાશ
(૬) પાટણના હાર્દસમા વિસ્તારમાં થઈ રહેલ છે તોતીંગ ગેરકાયદેસર બાંધકામ..
(૭) સરકારી નીતિ–નિયમોની સરેઆમ ઠેકડી ઉડાવતાં અમુક લાલચી તત્વો.

(૮) પાટણ શહેરમાં ઠેર–ઠેર ઉભા કરાયેલ આવા ગેરકાયદેસર બાંધકામોની થવી જોઈએ નિષ્પક્ષ તપાસ
(૯) પાટણ શહેરમાં મુખ્ય વિસ્તારમાં બે કોમ્પ્લેક્ષનું ગેરકાયદેસર બાંધકામ આવ્યું સામે
(૧૦) શું નગરપાલિકા તંત્ર લેશે આ અંગે કડક પગલા..?
(૧૧) પીટીએન ન્યુઝ દ્વારા નગરપાલિકા તંત્રને ધ્યાને લાવતાં ચીફ ઓફિસરે કડક કાર્યવાહી કરવાની આપી ખાતરી

આવા અનઅધિકૃત દબાણો સામે જાગૃત નાગરીકો (Citizens) દ્વારા વારંવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં રજૂઆતો કરેલ છે અને તે અંગે કલેકટર (Collector) દ્વારા અનઅધિકૃત દબાણોને તોડી પાડવાના કેટલાય હૂકમો કરવામાં આવ્યા છે છતાં પણ આજદીન સુધી આવા ગેરકાયદેસર થયેલા દબાણો સામે પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે પાટણ શહેરનાં જલારામ મંદિર (Jalaram Temple) ચોક પાસે અને જૂના ઈન્ડીયન રેડક્રોસની સામે રેસીડેન્સીયલ (Residential) બાંધકામની મંજૂરી પર ગેરકાયદેસર કોમર્શિયલ (Commercial) બાંધકામની ૭૦ થી ૮૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં પણ પાલિકાના સત્તાધીશો દ્વારા હજુ સુધી કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી. અને આ ગેરકાયદેસર બાંધકામ અંગે પાલિકાના સત્તાધીશો અજાણ ન હોવા છતાં પણ તેઓ મૌન સેવી રહયા છે તો કોની રહેમ નજર હેઠળ થઈ રહી છે આ પ્રકારની કામગીરી? તેવા શહેરમાં પ્રશ્નો પણ ચર્ચાઈ રહયા છે.

પાટણ શહેરના જલારામ મંદિર ચોક પાસે તાજેતરમાં એક બિલ્ડીંગનું બાંધકામ થઈ રહયું છે જેની જિલ્લા કલેકટર દ્વારા ઉદ્યોગ અર્થે જગ્યા ફાળવાઈ હોવાનું જાણવા મળેલ છે અને બિલ્ડર દ્વારા નગરપાલિકામાં ઓનલાઈન રેસીડેન્સીયલ બાંધકામની મંજૂરી લીધેલ છે પરંતુ બાંધકામ જોતાં કોમર્શિયલ કોમ્પલેક્ષ ઉભુ થઈ રહયું હોય તેવું જણાઈ રહયું છે. અગાઉ પણ આ ગેરકાયદેસર બાંધકામ અંતર્ગત રજૂઆતો થયેલ છે છતાં પણ તંત્ર દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહયા હોવાનું જાણવા મળી રહયું છે.

ઉદ્યોગ એકમ માટે ફાળવાયેલ આ જગ્યા કોઈ વેચાણ ન કરવાની શરતે જે-તે સમયના જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવેલ છે. તેમછતાં કોમર્શિયલ બાંધકામ કરીને સરકારની નીતિ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોવાનું દૃશ્યમાન થઈ રહયું છે. બાંધકામ અંગેની ઓનલાઈન રેસીડેન્સીયલ મંજૂરી લીધા બાદ નગરપાલિકાના સર્વેયર તેમજ ચીફ ઓફિસર દ્વારા મંજૂરી આપ્યા મુજબનું બાંધકામ થઈ રહયું છે કે નહીં તેની ચકાસણી કરવાની સંપૂર્ણ જવાબદારી તેઓની હોવા છતાં તેઓ આજે પોતાની જવાબદારીમાંથી વિમુકત જોવા મળ્યા હતા. અને આવા અનઅધિકૃત બાંધકામ કરતાં બિલ્ડરોને પ્રોત્સાહન આપતા હોય તેવું પણ સ્પષ્ટ પણે ફલિત થતું જોવા મળી રહયું છે.

પીટીએન ન્યુઝ (PTN News) દ્વારા આ થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામનો પર્દાફાશ કરતાં પીટીએનની ટીમે ચીફ ઓફિસરની રુબરુ મુલાકાત લીધી હતી અને અનઅધિકૃત થઈ રહેલા બાંધકામ અંગે તેઓને અવગત કાર્ય હતા….

પાટણ શહેરનાં જૂનાગંજ બજારથી સુભાષચોક જવાના માર્ગ પર જૂના રેડક્રોસ ભવનની સામે આવેલ ઉંચીશેરીના પ્રવેશદ્વાર પર જ કોમર્શિયલ બાંધકામ થઈ રહયું હોય તેવું જણાઈ રહયું છે. પીટીએન ન્યુઝની (PTN News) ટીમે આ અંગે ચકાસણી કરતાં જાણવા મળ્યું હતું કે આ બાંધકામની મંજૂરી રહેણાંક મકાનના હેતુથી માંગેલી છે જે પરવાનગીમાં આજે તેનું સ્ટ્રકચર જોતાં ભવિષ્યમાં કોમર્શિયલ હેતુ માટે બિલ્ડીંગ બનાવવામાં આવી રહયું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહયું છે. તો આ અનઅધિકૃત બાંધકામ કોની મહેરબાની તળે થઈ રહયું છે તે ચર્ચાસ્પદ બન્યું છે.

પીટીએન ન્યૂઝની (PTN News) ટીમે પાટણ નગરપાલિકા ચીફ ઓફિસરને આ અંગે પુછતાં તેઓએ તેના માલિકને નોટીસ પાઠવવામાં આવી હતી અને જે તે લાયસન્સ ધારી એન્જીનીયરને રુબરુ સાંભળવાની તક પણ આપી હોવાનું જણાવી એન્જીનીયરનો સ્થળ ચકાસણીનો રીપોર્ટ મેળવી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

પીટીએન ન્યુઝ દ્વારા આ અનઅધિકૃત કરવામાં આવેલા બાંધકામોને લઈ તે અંગે કેટલા દિવસમાં કાર્યવાહી કરવામાં આવવાનું પુછતાં ચીફ ઓફિસરે (Chief officer) પંદર દિવસમાં તેઓની વિરુધ્ધ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. જે અંગે લાયસન્સ ધારી એન્જીનીયરનો (Engineer) રીપોર્ટ મંગાવી તરત કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી અને લાયસન્સ ધારી એન્જીનીયરે જે નકશા રજૂ કર્યા છે તે પ્રમાણેનું બાંધકામ કરવાની જવાબદારી તેની હોવા છતાં નગરપાલિકાને ગેરમાર્ગે દોરી લાયસન્સ ધારી એન્જીનીયરને રહેણાંક મકાનની પરવાનગી માંગ્યા બાદ પણ આજે તેમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહયું છે.

અને બી.યુ. (BU) પરમીશનનો ખાસ આગ્રહ રાખવામાં આવી રહયો છે અને જો બી.યુ. પરમશીન નહીં હોય તો બાંધકામ માટેનો ઉપયોગ પણ જે તે બિલ્ડર નહીં કરી શકવાની ખાતરી આપી હતી અને જરુર પડશે તો ટાઉન પ્લાનીંગ સમિતિમાં આ સમગ્ર પ્રકરણ રજૂ કરી સ્થળ પરની પરિસ્થિતિ વાકેફ કરી નિર્ણય કરવામાં આવવાનું નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ જણાવ્યું હતું.

આમ, પીટીએન ન્યુઝ દ્વારા પાટણ શહેરમાં થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામનો પર્દાફાશ કરી પાલિકા તંત્રને ઉંઘતુ ઝડપ્યું હતું અને સરકારી નીતિ નિયમોને નેવે મૂકી લાલચી બિલ્ડરો પોતાના સ્વાર્થ ખાતર સરકારને કરોડો રુપિયાની ખોટ કરી રહયા હોવાનું પણ પીટીએન ન્યુઝે પર્દાફાશ કરતાં ચીફ ઓફિસરે આગામી સમયમાં તેઓની સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ પીટીએન ન્યુઝને આપી હતી.

પાટણ શહેરમાં થઈ રહેલા ઠેરઠેર અનઅધિકૃત બાંધકામોને અટકાવી આવા લાલચી ઈસમો સામે લાલઆંખ કરી કાયદાના પાઠ ભણાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

પાટણ : ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ તૈયારીઓ શરુ

પાટણ શહેરમાં (Patan CIty) ચાલુ વર્ષે ૧૩૯ મી ભગવાન જગન્નાથની રથયાત્રાને (Rathyatra of Lord Jagannath)પરંપરાગત રીતે યોજવાની તૈયારીઓ મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા શરૂ કરવામાં આવી છે. કોરોનાને ધ્યાને રાખી વહીવટી તંત્ર સહયોગી બની મંજૂરી આપે તો પાલનહાર આ મહામારીને પણ હરી લેશે, તેવી શ્રદ્ઘા પણ વ્યક્ત કરવામાં આવી હતી. પાટણમાં રથયાત્રા નીકળે એ માટે બે … Read more

પાટણ : જૂના બસસ્ટેશન વિસ્તારમાં ભૂગર્ભ ગટરમાં બાયો મેડિકલ વેસ્ટ નિકળતાં વિવાદ

પાટણ શહેર (Patan City) એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ડોકટરી (Doctor) નગરી તરીકે પણ ઓળખાય છે કેમકે પાટણ શહેરમાં અનેક દવાખાનાઓ આવેલા છે ત્યારે પાટણ શહેરના જૂના બસસ્ટેશનની (Bus Stop) સામે પણ અનેક દવાખાનાઓ કાર્યરત છે ત્યારે જૂના બસસ્ટેશનની સામે આવેલ સારથી કોમ્પ્લેક્ષા પાસે છાશવારે ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડપર રેલાતાં કોરોના જેવી મહામારીના સમયે સ્થાનિક વેપારીઓ સહિત દર્દીઓ અને રાહદારીઓના આરોગ્ય સામે ચેડા થઈ રહયા છે.

આ ભૂગર્ભની ચેમ્બર દશ થી પંદર દિવસમાં ઉભરાતી હોવાથી સ્થાનિક વેપારીઓએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો પાટણ નગરપાલિકામાં (Nagar palika) કરવામાં આવી હોવા છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા બે દિવસથી ભૂગર્ભના ગંદા પાણી રોડપણ રેલાતાં સ્થાનિક વેપારીઓની રજૂઆતના પગલે આજરોજ નગરપાલિકાના ભૂગર્ભના કોન્ટ્રાકટર દ્વારા જેટીંગ મશીન દ્વારા આ ભૂગર્ભની કુંડીઓની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી.

આ ભૂગર્ભની ટાંકીઓ સાફ કરતાં તેમાંથી અસંખ્ય પ્રકારનો બાયો મેડિકલ વેસ્ટ નિકળતાં જૂના બસસ્ટેશનની સામે આવેલા દવાખાનાઓના ડોકટરો દ્વારા જ પોતાનો બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ ભૂગર્ભમાં આ બાયો મેડિકલ વેસ્ટ નાંખી દેવામાં આવતાં આ સમસ્યા છાશવારે સર્જાતી હોવાનું પણ વેપારીઓનું માનવું છે.

આવા ડોકટરોની સામે પાલિકા દ્વારા લાલઆંખ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ સ્થાનિક વેપારીઓની માંગ ઉઠવા પામી છે. અને જૂના બસસ્ટેશનની સામે છાશવારે ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી નિકાલ લાવવા પણ વેપારીઓની માંગ ઉઠવા પામી છે.

તો શું નગરપાલિકા છાશવારે ભૂગર્ભના ગંદા પાણી રેલાતા ટાંકીઓની સાફ સફાઈ કરવામાં આવતા તેમાંથી નિકળતા બાયો મેડિકલ વેસ્ટ સામે કાયદેસરના પગલા ભરી ડોકટરોને કાયદાના પાઠ ભણાવશે ખરા?

Patan News in Gujarati, પાટણ સમાચાર, Latest Patan Gujarati News, પાટણ ન્યૂઝ, પાટણ જીલ્લાના આજના સમાચાર, Patan live news today, ઉત્તર ગુજરાતના સમાચાર

પાટણ : પાટણના અઘારા દરવાજા બહાર સર્જાયો અકસ્માત.

ગાંધીના ગુજરાતમાં ( દારુબંધી હોવા છતાં રાજસ્થાન સહિતના અન્ય રાજયો કરતાં ગાંધીના ગુજરાતમાં સૌથી વધારે દારુ પીવાતો હોવાનું પણ જોવા મળી રહયું છે. એકબાજુ ગાંધીના ગુજરાતમાં દારુબંધી હોવા છતાં પણ ગુજરાતમાંથી અનેક જગ્યાએ મસમોટો દારુનો જથ્થો પકડાતો હોવાનું પણ પ્રકાશમાં આવતુું હોય છે.

ગુજરાતમાં દારુબંધી હોવા છતાં પણ પોલીસની મીઠી નજર હેઠળ દારુ ગુજરાતમાં ઠલવાતો હોવાનું પણ બુધ્ધિજીવીઓનું કહેવું છે ત્યારે પાટણ (PATAN City) શહેરના અઘારા દરવાજા બહાર ગુજરાતમાં દારુબંધી હોવા છતાં પણ એક રીક્ષા ચાલક દારુપીને છાકટો બની પુરપાટ ઝડપે રીક્ષા લઈને જતાં એક એકિટવા ચાલક મહિલાને અડફેટે લઈ અકસ્માત સર્જતાં હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

ત્યારે આ દારુ પીધેલી હાલતના રીક્ષાા ચાલકને સ્થાનિક લોકોએ બરાબરનો મેથીપાક ચખાડી સબક શીખવાડયો હતો. તો સ્થાનિક રહીશના જણાવ્યા મુજબ અઘારા દરવાજા બહારના રસ્તા પર સામેથી આવતું વાહન દેખાતું ન હોવાથી અવાર-નવાર અહીં અકસ્માત સર્જાયો હોવાથી બમ્પ મુકવાની માંગ સાથે દારુ પીને વાહનો ચલાવતાં દારુડીયા સામે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

તો અકસ્માતનો ભોગ બનનાર મહિલા અને તેના પુત્રએ પણ દારુ પીને રીક્ષાા ચલાવવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાના આક્ષોપો કરી આવા દારુડીયા તત્વો સામે લાલઆંખ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures