પાટણ : પાલિકાના બગવાડા કોમ્પ્લેક્ષની મરામત કરવા માંગ

પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે પોલીસ ચોકીની બાજુમાં આવેલ નગરપાલિકાના જકાનતાકાની જૂની ઓફિસ અને કોમ્પ્લેક્ષાનુ મકાન જૂનું અને જર્જરીત થઈ ગયું હોઈ રોજેરોજ પોપડા પડી રહયા હોઈ જોખમ સર્જે તેવી શકયતાઓ હોવાની લોકમુખે બુમ પ્રવતી રહી છે.

પાટણ નગરપાલિકા શહેરના અન્ય જર્જરીત મકાનો ઉતારી લેવા નોટીસો આપે છે ને પોતાના મકાનો તરફ જ ધ્યાન આપવાના બદલે આંખ આડા કાન કરી રહયું હોવાનું ચર્ચાઈ રહયું છે. અહીં કોરોના મહામારીના સમયમાં હાલમાં આરોગ્યની ટીમ દ્વારા કોરોના ટેસ્ટીંગની કામગીરી કરવા કર્મચારીઓ બેસતા હોય છે તેમને પણ ધાબાના ભાગેથી સિમેન્ટ-કોંકિ્રટના પોપડા પડવાથી વાગવાનો ભય રહે છે.

અહીંના કોમ્પ્લેક્ષાની સીડીના નીચેના ભાગમાંથી સંપૂર્ણપણે પ્લાસ્ટરનો ભાગ નિકળી જતાં આજે આ સીડીના નીચેના ભાગમાંથી માત્ર સળીયા જ દેખાતાં હાડપીંજર જેવી સીડીનું નિર્માણ થવા પામ્યું છે. જેથી પાલિકાનું આ કોમ્પ્લેક્ષા જાનહાનિ સર્જે તે પહેલા નગરપાલિકા દ્વારા રીપેરીંગ કામ હાથ ધરાય તેવું સ્થાનિક શૈલેષ દરજીએ જણાવ્યું હતું.

પાટણ : ઈન સર્વિસ તબીબો આજથી ઉતર્યા હડતાળ પર

પાટણ જિલ્લાના ઈન સર્વિસ તબીબો પડતર પ્રશ્નોને લઇ આજથી હડતાળ પર ઉતર્યા છે. ઈન સર્વિસ તબીબોના ૧પ પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે થયેલા નિર્ણયો બાદ હજુ સુધી કોઈ પણ જાતના આદેશોનું પાલન ના થતા ઇન સર્વિસ તબીબોએ આજથી નવો જીઆર ના થાય ત્યાં સુધી હડતાળ પર ઉતર્યા છે.

ઈન સર્વિસ તબીબોમાં અન્યાયની લાગણી પ્રવતે છે. જેમાં ઈન સર્વિસ તબીબોએ એસોસિએશન દ્વારા યોજાયેલી ઓનલાઇન બેઠકમાં ઈન સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓ માટે ૩૧ મે ર૦ર૧ની બેઠકમાં થયેલા નિર્ણયો અમલવારીના ન્યાય આદેશો કરવામાં નહીં આવે તો ઇન સર્વિસ તબીબો રપ જુન ર૦ર૧ ના રોજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાની ચીમકી તબીબોએ ઉચ્ચારી હતી.

જેને લઈ આજે શુક્રવારે સવારે પાટણ તાલુકા હેલ્થ કચેરીના બગીચામાં પાટણ જિલ્લાના ૧ર૦ જેટલા ઇન સર્વિસ તબીબો હમારી માંગે પુરી કરો ના નારા લગાવ્યા હતા. જ્યાં સુધી નવો જીઆર ના થાય ત્યાં સુધી અચોકકસ મુદતની હડતાળ પર ઉતર્યા હોવાનું ડો.જિનીયશ મોદીએ જણાવ્યું હતું.

પાટણ : જીવદયા પ્રેમીઓએ અબોલ પશુઓને લીલા ઘાસચારાનું કર્યું દાન

કોરોનાના કપરા કાળમાં મૂંગા અબોલ પશુઓની કાળજી રાખવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપેજેઠસુદ પુનમને ગુરૂવારના દિવસે પાટણ જિલ્લાની બે પાંજરાપોળ રાધનપુર ખોડા ઢોર પાંજરાપોળ રૂગનાથપુરા અને હરી ૐ ગૌ શાળા અનાવાડા ખાતે જીવદયાપ્રેમી પટેલ સેંધાભાઈ પરસોત્તમ દાસ પરિવાર અને પાટણ પાટીદાર કિસાન સેનાના મિત્રો કિરણભાઈ, દિપકભાઈ તથા પાટીદાર કિસાન સેના દ્વારા લીલા ઘાસના ટ્રેકટરોનું દાન કરી ઉત્તમ પશુ પ્રેમ અને જીવદયાની ભાવનાને ઉજાગર કરી છે.

અત્યારનાં પ્રવર્તમાન યુગમાં ઘોર મંદીમાં માનવીને પોતાના બે છેડા ભેગા કરતાં નાકે દમ આવી જતો હોય છે. ત્યારે આવા કપરાં સમયે અબોલ પશુ પ્રત્યેની આવી સંવેદન શીલ લાગણી અન્યોને પણ પ્રેરણા રૂપ બનશે.

તો કોઈ પણ વ્યક્તિને પોતાના સ્નેહીજનો તથા સ્વ. સગાઓના નામે ઘાસ ચારાનું દાન પાટણ જિલ્લાની કોઈ પણ પાંજરાપોળમાં કરવું હોય તો પાટણ પાટીદાર કિસાન સેનાએ જગ્યાએ પોતાના વાહનોમાં ઘાસનું દાન પહોંચાડી એની પહોંચ દાતા પરિવારનાં ઘેર પહોંચાડી આપશે. તેવું પાટીદાર કિશાન સેનાનાં જયેશભાઈ પટેલે જણાવ્યું હતું.

પાટણ : એમબીબીએસના ગુણ સુધારણા કૌભાંડના વિધાર્થીઓએ આપ્યો ખુલાસો

હેમચંદ્રાચાર્ય ઉત્તર યુનિવર્સીટી પાટણ દ્વારા એમ.બી.બી.એસ ગુણ સુધારણા કૌભાંડમાં સંડોવાયેલ ત્રણેય છાત્રોને નોટીસ અપાતાં પરીક્ષા વિભાગને ખુલાસો રજૂ કરતા આગામી ઇસી બેઠકમાં મૂકી માર્કશીટ રદ કરવા અંગે નિર્ણય લેવાશે.

પરંતુ ગત ઇસી બેઠકમાં કથિત કૌભાંડ થયું હોવાનું સ્વીકાયું છે . જેથી ખોટી રીતે પાસ થયા હોવાનું સાબિત થયું હોઈ માર્કશીટો પણ ખોટી જ છે. જેથી માર્કશીટ રદ કરવામાં આવશે તેવું દેખાઈ રહ્યું છે.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીના પરીક્ષા વિભાગ દ્વારા એમ.બી.બી.એસ ગુણ સુધારણા કૌભાંડમાં ર૦૧૮માં રિ- એસેસમેન્ટમાં ઉત્તરવહી બદલી પાસ કરવામાં આવેલ ત્રણે છાત્રોને તેમની પાસ થયેલ માર્કશીટ રદ કેમ ન કરવી તે અંગે દિન-૧૦ માં ખુલાસો રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.જેમાં ત્રણેય વિધાર્થીઓએ પરીક્ષા વિભાગમાં બંધ કવરમાં ખુલાસો આપ્યો હતો.

પરીક્ષા વિભાગને મળેલ ત્રણેય છાત્રોના ખુલાસાની એક ફાઇલ બનાવી વહીવટી પ્રક્રિયા બાદ ઈસી બેઠકમાં મુકવામાં આવનાર છે.અને ઈસી કમિટી દ્વારા જ આ ખુલાસા વાંચ્યા બાદ તેમની બચાવ પક્ષની રજૂઆતને માન્ય રાખવી કે કેમ તે નિર્ણય લઈને માર્કશીટ મામલે નિર્ણય લેવામાં આવશે તેવું હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીના કુલપતિ પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું.

પાટણ : શહેરના બગવાડા દરવાજા ખાતે વેકિસનેશનની કામગીરી આરંભાઈ

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે સરકાર દ્વારા આયોજિત કરાયેલ કોરોના ના પ્રથમ ડોઝ ના ફી રસીકરણ અભિયાન અંતર્ગત શુક્રવારના રોજ પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે પાટણ આરોગ્ય વિભાગ દ્વારા ઓન સ્પોટ વેક્સીનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે શુક્રવારથી શરૂ કરાયેલા ઓન સ્પોટ વેક્સીનેશન સેન્ટર નાં પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ગૌરવ પરમારે જણાવ્યું હતું કે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે વિનામૂલ્યે પ્રથમ ડોઝની રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવી છે .

ત્યારે પાટણ શહેરમાં પણ ૧૮ થી ૪૪ વર્ષની ઉંમર ધરાવતા ૧.૧૦ લાખ જેટલા લોકો આ પ્રથમ ડોઝ નાં રસીકરણ અભિયાન નો લાભ લે તેવા ઉમદા હેતુથી અને પાટણ શહેર માંથી કોરોના નાબૂદ થાય તે માટે તમામ લોકો કોરોનાની રસી સરળતાથી મેળવી શકે તેવું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાવી વધુમાં

બગવાડા ખાતેના કોરોના વેકિસન પર આજુબાજુ ગ્રામીણ વિસ્તારોમાંથી ખરીદી અર્થે આવતાં ૧૮ થી ૪૪ વર્ષના લોકો વધુમાં વધુ કોરોનાની વેકિસન લઈ આવનારી ત્રીજી સંભવિત કોરોનાની લહેર સામે રક્ષાણ મેળવી શકે તે માટે મ્યુઝિક સિસ્ટમ દ્વારા લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો અનોખો પ્રયાસ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતુું.

પાટણ : ગુજરાતી માધ્યમના વિદ્યા સહાયકોની ભરતી કરવા માંગ

ગુજરાત (Gujarat) રાજયમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહયો છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી રાજય સરકાર દ્વારા ધો.૧ થી ૮ના ગુજરાતી માધ્યમના વિદ્યા સહાયકોની ભરતી કરવામાં ન આવતાં તાત્કાલિક ધોરણે ધો.૧ થી ૮ના ગુજરાતી માધ્યમના (Gujarati medium) વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવે તે માટે કલેકટર સહિત પાટણના (Patan) ધારાસભ્યને (MLA) આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ આવેદનપત્રમાં લેખિતમાં જણાવ્યું હતું કે, હાલમાં ધો.૯ થી ૧રની ભરતી પ્રકિ્રયા પૂર્ણ થતાં ધો.૬ થી ૮ના કેટલાક શિક્ષાકોએ તેમાં નિમણુંક મેળવી હોવાથી શાળામાં શિક્ષાકોની ઘટ વર્તાઈ રહી છે. અને ગુજરાતી માધ્યમના ઉમેદવારો લાયક હોવા છતાં આજે તેઓને બેરોજગારીનો સામનો કરવો પડી રહયો છે.

ખાનગી નોકરીઓમાં પણ શોષણ અને હાલ કોરોનાની પરિસ્થિતિના કારણે રોજગારી મળી શકતી ન હોવાથી લાયક ઉમેદવારોને તાત્કાલિક ધોરણે રોજગારી આપવા આવેદનપત્રમાં અપીલ કરવામાં આવી હતી. અને વધુમાં ટેટ વેલિડીટીના જી.આર. વગર અન્ય માધ્યમિક ભરતી થઈ શકતી હોય તો તાત્કાલિક ધોરણે ગુજરાતી માધ્યમની પણ ભરતી કરવા માંગ કરી હતી.

જી.આર. લાગુ કરવો ફરજીયાત હોય તો તાત્કાલિક વેલિડીટી બાબતે નિર્ણય લઈ વિદ્યા સહાયકની ભરતી હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરાઈ હતી. તો કેટલાક ઉમેદવારોને વય મર્યાદાનો પ્રશ્ન નડી રહયો હોઈ જી.આર.ના કારણે ફરીથી ત્રણ-ચાર મહિનાનો સમય નિકળી જતો હોય તો આ વેલિડીટી બાબતનો જી.આર. હાલની ભરતી પ્રકિ્રયામાં મુલત્વી રાખી આવનારી બીજી ભરતી પ્રકિ્રયામાં અમલ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.

આ તમામ બાબતોનું ધ્યાન રાખી વિદ્યા સહાયકોની ભરતી ૧૦ જુલાઈ સુધીમાં આપી દેવામાં આવે તેવી ઉમેદવારોએ માંગ કરી હતી અને જો તેઓની તાત્કાલિક ભરતી કરવામાં નહીં આવે તો તમામ ઉમેદવારો આંદોલનના માર્ગ વળવા તત્પર હોવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

Patan News in Gujarati, પાટણ સમાચાર, Latest Patan Gujarati News, પાટણ ન્યૂઝ, પાટણ જીલ્લાના આજના સમાચાર, Patan live news today, ઉત્તર ગુજરાતના સમાચાર

પાટણ : જૂના બસસ્ટેશન વિસ્તારમાં ભૂગર્ભ ગટરમાં બાયો મેડિકલ વેસ્ટ નિકળતાં વિવાદ

પાટણ શહેર (Patan City) એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ડોકટરી (Doctor) નગરી તરીકે પણ ઓળખાય છે કેમકે પાટણ શહેરમાં અનેક દવાખાનાઓ આવેલા છે ત્યારે પાટણ શહેરના જૂના બસસ્ટેશનની (Bus Stop) સામે પણ અનેક દવાખાનાઓ કાર્યરત છે ત્યારે જૂના બસસ્ટેશનની સામે આવેલ સારથી કોમ્પ્લેક્ષા પાસે છાશવારે ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડપર રેલાતાં કોરોના જેવી મહામારીના સમયે સ્થાનિક વેપારીઓ સહિત દર્દીઓ અને રાહદારીઓના આરોગ્ય સામે ચેડા થઈ રહયા છે.

આ ભૂગર્ભની ચેમ્બર દશ થી પંદર દિવસમાં ઉભરાતી હોવાથી સ્થાનિક વેપારીઓએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો પાટણ નગરપાલિકામાં (Nagar palika) કરવામાં આવી હોવા છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા બે દિવસથી ભૂગર્ભના ગંદા પાણી રોડપણ રેલાતાં સ્થાનિક વેપારીઓની રજૂઆતના પગલે આજરોજ નગરપાલિકાના ભૂગર્ભના કોન્ટ્રાકટર દ્વારા જેટીંગ મશીન દ્વારા આ ભૂગર્ભની કુંડીઓની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી.

આ ભૂગર્ભની ટાંકીઓ સાફ કરતાં તેમાંથી અસંખ્ય પ્રકારનો બાયો મેડિકલ વેસ્ટ નિકળતાં જૂના બસસ્ટેશનની સામે આવેલા દવાખાનાઓના ડોકટરો દ્વારા જ પોતાનો બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ ભૂગર્ભમાં આ બાયો મેડિકલ વેસ્ટ નાંખી દેવામાં આવતાં આ સમસ્યા છાશવારે સર્જાતી હોવાનું પણ વેપારીઓનું માનવું છે.

આવા ડોકટરોની સામે પાલિકા દ્વારા લાલઆંખ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ સ્થાનિક વેપારીઓની માંગ ઉઠવા પામી છે. અને જૂના બસસ્ટેશનની સામે છાશવારે ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી નિકાલ લાવવા પણ વેપારીઓની માંગ ઉઠવા પામી છે.

તો શું નગરપાલિકા છાશવારે ભૂગર્ભના ગંદા પાણી રેલાતા ટાંકીઓની સાફ સફાઈ કરવામાં આવતા તેમાંથી નિકળતા બાયો મેડિકલ વેસ્ટ સામે કાયદેસરના પગલા ભરી ડોકટરોને કાયદાના પાઠ ભણાવશે ખરા?

Patan News in Gujarati, પાટણ સમાચાર, Latest Patan Gujarati News, પાટણ ન્યૂઝ, પાટણ જીલ્લાના આજના સમાચાર, Patan live news today, ઉત્તર ગુજરાતના સમાચાર

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures