Post
- Post (પોસ્ટ) વિભાગ દર વર્ષે રક્ષાબંધનના 15 થી 20 દિવસ અગાઉ દરેક પોસ્ટ ઓફિસે રાખી સ્પેશિયલ કાઉન્ટર કે બોક્સ રાખે છે જેમાં બહેન દૂર દૂર સુધી પોતાના ભાઈને રાખડી મોકલી શકે છે.
- પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે અને ટ્રાન્સપોર્ટેશન વ્યવહાર મોટેભાગે બંધ હોવાને કારણે હજુ સુધી પોસ્ટ વિભાગે રાખી સ્પેશિયલ કાઉન્ટર શરૂ કરવામાં આવી નથી.
- રાજકોટની 18 જેટલી પોસ્ટ ઓફિસોમાં દર વર્ષે 50 હજારથી વધુ રાખડીઓ મોકલવામાં આવે છે.
- રાજકોટથી ગુજરાત રાજ્યના શહેરોમાં, દેશના અન્ય રાજ્યોમાં અને વિદેશ પણ રાખી કવર મોકલી શકાય છે.
- Post વિભાગના રાખી કવર દર વર્ષે પેસેન્જર ટ્રેનો અને કેટલાક દેશ-વિદેશના કવર કે પાર્સલ ફ્લાઈટ દ્વારા મોકલવામાં આવે છે.
- પરંતુ હાલ કોરોના મહામારીને કારણે પેસેન્જર ટ્રેનો બંધ છે,
- વંદેભારત સિવાયની ઇન્ટરનેશનલ ફ્લાઈટ પણ બંધ હોવાને કારણે રાખી કવર રાજ્યો કે દેશોમાં મોકલવાની અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોવાને કારણે આ વર્ષે રાખી સ્પેશિયલ કાઉન્ટરની વ્યવસ્થા ખોરવાઈ છે.
- તથા શરૂ કરવાની કોઈ સંભાવના પણ નહીં હોવાનું પોસ્ટના અધિકારીઓ જણાવે છે.
- જો કે, દર વર્ષે પોસ્ટની વડી કચેરીઓએથી સૂચના આવ્યા બાદ રાજ્યની દરેક હેડ પોસ્ટઓફિસ, સબ પોસ્ટ ઓફિસોમાં આ વ્યવસ્થા શરૂ કરવામાં આવે છે.
- પરંતુ આ વર્ષે હજુ સુધી રાજ્યભરમાં વડી કચેરીએથી રાખી કાઉન્ટર શરૂ કરવાની કોઈ સૂચના નથી અને સંભવત આ વર્ષે આયોજન પણ નહીં કરાય.
- રક્ષાબંધનના તહેવાર દરમિયાન ચોમાસાની ઋતુ હોય ટ્રેનમાં રાખી કવરના પાર્સલ પલળી ન જાય તે માટે દર વર્ષે રક્ષાબંધન પર્વ અગાઉ Post વિભાગ રાખડી મોકલવા માટેના સ્પેશિયલ વોટરપ્રૂફ કવર પણ આપે છે.
- તેથી બહેને મોકલેલી રાખડી સુરક્ષિત પહોંચે.
- સામાન્ય કાગળનું કવર હોય તો પલળીને ફાટી જાય અને રાખડી કવરમાંથી નીકળી જાય નહીં તે માટે વોટરપ્રૂફ કવર બહાર પાડ્યા છે.
- Consumer Protection Act થશે આ તારીખે લાગુ,આ અધિકાર મળશે
- Crime Branch એ આ મોટું ઓપરેશન પાર પાડ્યું : અમદાવાદ
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow