UGVCL

  • અમદાવાદમાં વીજ પૂરવઠો પૂરી પાડતી UGVCLનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
  • અમદાવાદના રહીશો એકબાજુ કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે.
  • તો બીજી બાજુ લોકડાઉનનાં કારણે ધંધો-રોજગાર ઠપ્પ થતાં તે ફરીથી આર્થિક સધ્ધર થવા માટે મથામણ કરી રહ્યા છે.
  • તો આવી કપરી પરિસ્થિતિમાં UGVCL દ્વારા લોકડાઉનના સમયમાં અમદાવાદના અમુક વિસ્તારોમાં 15-20 હજાર રૂપિયા સુધીના બિલ આપવામાં આવ્યા છે.
UGVCL
  • જો કે, અમદાવાદના ન્યુ ગોતા વિસ્તારનાં લોકોએ UGVCLની કંપનીની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
  • ન્યુ ગોતા વિસ્તારનાં રહેવાસીઓએ લોકડાઉન સમય દરમિયાન વધુ પડતાં બિલનો વિરોધ કર્યો હતો.
  • આ વિસ્તારનાં લોકોને લોકડાઉન દરમિયાન 15થી 20 હજાર રૂપિયાનું બિલ પકડાવી લેતાં ઘણો આક્રોશ જોવા મળી રહ્યો છે.
  • મનફાવે તેવાં બિલ આપવાને કારણે UGVCL કંપની પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.
  • જો કે, આ મામલો ફક્ત અમદાવાદ પુરતો સીમિત નથી રહ્યો.
  • રાજ્યના અનેક જિલ્લાઓમાં લોકો વધારે પડતાં વીજ બિલની બૂમરાળ મચાવી રહ્યા છે.
  • નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા 200 યુનિટ વીજ વપરાશ પર 100 યુનિટ માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
  • પરંતુ બીજી બાજુ લોકડાઉનના સમય દરમિયાન અમદાવાદનાં અનેક વિસ્તારોમાં વીજ કંપનીઓ દ્વારા તોતિંગ બિલ પકડાવી દેવામાં આવ્યા છે.
  • જેને કારણે અમદાવાદીઓમાં વીજ કંપનીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024