School
- વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે.
- તો હવે સરકાર લોકડાઉનના નિયમો હળવા કરવા માટે અનલોક-2ની તૈયારીમાં લાગેલી છે.
- આ બીજા તબક્કામાં School (સ્કૂલ) કોલેજો ખૂલશે કે નહીં એ અંગે અસમંજસ ચાલી રહી છે.
- ત્યારે ઓક્ટોબર મહિના સુધી સ્કૂલોને ખોલવામાં નહીં આવે એવો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો હોવાના અહેવાલ છે.
- કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આરોગ્ય નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ સ્કૂલોને ઓક્ટોબર સુધી નહીં ખોલવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલોને સરકાર કે મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે સમર્થન અપાયું નથી.
- પરંતુ આ વાતનો ઈન્કાર પણ નથી કરાયો એ જોતાં ટૂંક સમયમાં આ પ્રકારની જાહેરાત થવાની શક્યતા છે.
- દેશમા છેલ્લા કેટલાક મહિનામાં દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય કેટલાંક રાજ્યોમાં કોરોના વાયરસના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે.
- સૂત્રો મુજબ, આ કારણે માનવ સંશાધન મંત્રાલયે ઓક્ટોબર મહિના સુધી School (સ્કૂલો) નહીં ખોલવાનું નક્કી કર્યું છે.
- વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ખતરો ટાળવા અને કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવી શકે છે.
- ઉપરાંત વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ ન થાય અને તેઓને યોગ્ય રીતે ઓનલાઇન શિક્ષણ પણ મળતું રહે તે દિશામાં પણ પ્રયાસો થઇ રહ્યા છે.
- Anand : જય કેમિકલ કંપનીમાં મોડી રાતે ભીષણ આગ લાગી
- Maninagar : વેપારીને નવી ચલણી નોટ લેવાનો મોહ પડ્યો ભારે
- LRD ભરતી મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ, #में_गुजरातका_बेरोजगार ટ્રેડિંગમાં, જાણો વિગત
- તેમજ આ અહેવાલો પ્રમાણે માનવ સંશાધન મંત્રાલયે ઓનલાઇન અભ્યાસક્રમો શરૂ કરવાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે.
- સ્કૂલો દ્વારા ઓનલાઇન ક્લાસ ચલાવવામાં આવે અને શક્ય એટલા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને તેની સાથે જોડવામાં આવે તેવા આદેશો આપવામાં આવ્યા છે.
- જોકે મંત્રાલયે આ પહેલાં ઓગસ્ટ મહિના સુધી School (સ્કૂલ) નહીં ખોલવામાં આવે તેવા સંકેતો આપ્યા હતા.
- હવે આ મુદત ઓક્ટોબર સુધી લંબાવાઈ હોવાના સંકેતો સૂત્રો દ્વારા મળ્યા છે.
- LCB કોન્સ્ટેબલ પાસે 84 લાખની સંપત્તિ મળી આવી : અમદાવાદ
- Accident : સુરતના નેશનલ હાઇવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત
- Western Railway : બાંદ્રા ટર્મિનસ લુધિયાણા પાર્સલ ટ્રેન દોડાવશે
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News