SOG

  • કોરોનાની મહામારીને કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાવવા અંગે અસમંજસ ચાલી રહ્યું છે.
  • તો આ વચ્ચે રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોના વેચાણ અને ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થઈ રહ્યો છે.
  • શહેરમાં પોલીસ અને એજન્સીઓ રથયાત્રા પહેલા જ સક્રિય બની ગઈ છે.
  • અમદાવાદ SOG ની ટીમે હથિયારો, ગાંજો, ડ્રગ્સ, દારૂ વગેરેની હેરાફેરીને ઝડપી પાડી છે.
  • વટવામાં પુનિતનગર ક્રોસિંગ પાસેથી અમદાવાદ SOG ની ટીમે 59 કિલો ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
  • મુખ્ય આરોપીએ ગાંજો મંગાવતા બે શખ્સ એક્ટિવા પર લઈને આવ્યા હતા અને પોલીસે તેમને ઝડપી પાડયાં હતા.
  • તેમજ ક્રાઈમ બ્રાન્ચે પણ 1 પીસ્ટલ, 2 દેશી તમંચા અને 19 કારતુસ સાથે 5 શખ્સની ધરપકડ કરી છે.
  • જશોદાનગર આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતો અને ગાંજાનું વેચાણ કરતો પ્રેમચંદ તિવારી નામનો માણસ પુનિતનગર ક્રોસિંગ પાસે ગાંજાનો જથ્થો લેવા અવાનો છે તેની માહિતી SOG ને બાતમી મળી હતી
  • જેથી SOGની ટીમો અલગ અલગ જગ્યાએ વોચમાં ગોઠવાઈ ગઈ હતી.
  • એક્ટિવા પર બે શખ્સ પ્રેમચંદને થેલામાં વસ્તુ આપવા આવતા પોલીસે તેમને ઝડપી લીધાં હતાં.
  • પોલીસ એ ધર્મેન્દ્ર ધામુ અને અમિત પટેલ આ બે શખ્સ તથા પ્રેમચંદને 9 પાર્સલ સહીત ઝપડયા હતા.
  • પૂછતાછ કરતા ખબર પડી કે બાકીના પાર્સલ અમિતના નેપાળીની ચાલી પાસે ઘરમાં છે.
  • તેથી પોલીસે ઘરમાં જઈ તપાસ કરતા 23 પાર્સલ મળી આવ્યા હતા.
  • આમ કુલ 59 કિલો જેટલો ગાંજો પોલીસને મળી આવતા તેને જપત કરી લેવાયો હતો. 
  • તેમજ આરોપીઓની પૂછપરછ કરતા જાણ થઇ કે પ્રેમચંદ તિવારીએ આ ગાંજો મુન્નાભાઈ ઉર્ફે સીતારામ સુરત અશ્વિનીકુમાર પાસેથી વેચાણ માટે મંગાવ્યો હતો.
  • અમિત અને ધર્મેન્દ્ર એક્ટિવા પર આ ગાંજો લઇ આવ્યા હતા.
  • પોલીસે ગાંજો, એક્ટિવા સહિત 6.29 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
  • આ સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મણિનગર આવકાર હોલ પાસે ગેરકાયદે હથિયારોની હેરાફેરી કરતા પાંચ શખ્સની ધરપકડ કરી છે.
  • હેરાફેરી કરતા પાંચ શખ્સ પાસેથી 1 પીસ્ટલ, 2 તમંચા, 15 જીવતા અને 4 ફૂટેલા કારતુસ જપ્ત કર્યા હતા.
  • હેરાફેરી કરતા પાંચ શખ્સ વિજય પવાર, રાહુલ કુંભાર, મનીષ ઢોમસે, બ્રિજેશ કુશવાહ અને જતીન શાહને ઝડપી તેમની પૂછપરછ કરી હતી.
  • આરોપી બ્રિજેશ કુશવાહે જણાવ્યું હતું કે આ હથિયારો તેના વતન મધ્યપ્રદેશના ભીંડ ખાતે જઇ તેના કાકા પાસેથી ખરીદીને લાવ્યો હતો.
  • તથા આજે તેના આ મિત્રોને આપવા માટે આવ્યો હતો.
  • પોલીસે આ હથિયાર શેના માટે ખરીદ્યા તેની તપાસ શરૂ કરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024