બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના કુપોષિત બાળકોને પોષ્ટીક આહારની કીટનું વિતરણ

બનાસકાંઠા જિલ્લા વધુ કુપોષિત બાળકો ધરાવતો જિલ્લા છે જે બાળકો પર ત્રીજી સંભવિત લહેર સામે રક્ષણ મેળવવા માટે કાંકરેજ તાલુકામાં નવ સર્જન ટ્રસ્ટ અને જન વિકાસ દ્વારા કુપોષિત બાળકો ને કીટ નું અનેક ગામડા માં વિતરણ કરવામાં આવ્યું હતું

જેમાં બાળક નો વજન કરી અને ઉંચાઈ માપી બાળક ની ખરાઈ કર્યા બાદ તમામ આંગણવાડી બાળકો ને નાસ્તા માટે સુખડી અને ચણા ની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કાંકરેજ તાલુકાના માનપુર, (ઉણ) જાખેલ. માંડલા. રુની, સુદ્રોસણ, સોહનપુરા, ભદ્રીવાડી તાતીયાણા સાકરીયા જેવા અનેક ગામડામાં કુપોષિત બાળકોને જન વિકાસ તેમજ નવ સર્જન ટ્રસ્ટ મોહનભાઈ પરમાર દ્વારા કીટ આપવામાં આવી હતી.

સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે વિશ્વ યોગ દિનની કરાઈ ઉજવણી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ ભારતીય જનતા પાટી પ્રાંતિજ શહેર મંડલ તથા પ્રાંતિજ નગર પાલિકા દ્રારા વિશ્વ યોગ દિવસ ને લઈ ને ઉજવણી કરવામા આવી હતી જેમા જિલ્લા પ્રમુખ જે.ડી.પટેલ , જિલ્લા પ્રભારી કિલ્પત ભાઇ દવે ઉપિસ્થત રહ્યા હતા.

પ્રાંતિજ ખાતે ર૧ મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ને લઈ ને ભારતીય જનતા પાટી પ્રાંતિજ-શહેર મંડલ તથા પ્રાંતિજ નગર પાલિકા દ્રારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે શેઠ.પી.એન્ડ આર હાઈસ્કૂલ ખાતે આવેલ બગીચા માં યોગ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા જિલ્લા પ્રમુખ જે.ડી.પટેલ, જિલ્લા પ્રભારી કિલ્પતભાઇ દવે, નગર પાલિકા ના પ્રમુખ દિપકભાઇ કડીયા, સહિત ગ્રામજનો ઉપિસ્થત રહ્યા હતા

અને કોરોનાની ગાઇડ લાઇન મુજબ સોશિયલ ડીસ્ટન્સ સાથે વિશ્વ યોગ દિવસ ને લઈ ને ઉપિસ્થત રહીને તમામે-તમામ લોકોએ યોગ ભગાડે રોગ ના સુત્ર સાથે યોગ કરી વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામા આવી હતી.

પાટણ : વડાલી કેમ્પસને ધમધમતું કરવા કમિટીની કરાઈ રચના.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિટી પાટણ દ્વારા અરવલ્લીના ખેડબ્રહ્મા નજીક આવેલા વડાલી કેમ્પસને આગામી દિવસોમાં ધમધમતુ કરવા માટે તેમજ આ કેમ્પસમાં શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઆે છાત્રો માટે ઝડપથી ઉપલબ્ધ બને તે માટેની તડામાર તૈયારીઆે શરુ કરી દેવામાં આવી છે જેના ભાગરુપે આજે કુલપતિની અધ્યક્ષતામાં કમીટીની બેઠક મળી હતી .

ઉત્તર ગુજરાતના પ જિલ્લામાં વિસ્તરેલી હેમ.ઉ.ગુ. યુનિવસિટી પાટણ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના છેવાડાના વિસ્તારોના વિધાર્થીઓને શૈક્ષણિક અને અન્ય કામકાજ માટે છેક પાટણ સુધી લોંબા ન થવું પડે અને વિધાર્થીઓને તેમના ઘર આંગણે જ શૈક્ષણિક સહીતની સુવિધાઆે ઉપલબ્ધ બની રહે તે માટે યુનિવસિટી દ્વારા વર્ષો અગાઉ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માની નજીકમાં આવેલા વડાલી ગામથી નજીકમાં યુનિવસિટી સંલગ્ન શૈક્ષણિક સંકુલનુ નિર્માણ કરવા માટે સરકાર પાસે જમીનની માંગણી કરતા સરકારે હજારો એકર જમીન યુનિવસિટીને ફાળવી હતી.

ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાજયસરકારની વિવિધ ગ્રાન્ટ નો ઉપયોગ કરીને વડાલી કેમ્પસને ધમધમતુ કરવાના પ્રયત્ન થઇ રહ્યા છે. જેના ભાગરુપે તાજેતરમાં મળેલી કારોબારી સમીતીની બેઠકમાં વડાલી કેમ્પસમાં શરુ થનાર અભ્યાસક્રમોને મંજુરી આપવામાં આવી હતી .

ત્યારે હવે આગામી દિવસોમાં વડાલી કેમ્પસમાં વિધાર્થીઓ માટે નવા અભ્યાસક્રમો ઝડપથી શરુ થઇ શકે અને કેમ્પસમાં વિધાર્થીઓ અને સ્ટાફ માટે આેફિસ રુમ , હોસ્ટેલ સહીતની ભૌતિક સુવિધાઆે ઉપલબ્ધ બનાવવા માટે કારોબારી ની મંજુરીથી સરકારમાં ગ્રાન્ટની માંગણી અને અભ્યાસક્રમો શરુ કરવા માટે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફનુ મહેકમ મંજુર કરવા માટે સરકારમાં દરખાસ્ત કરવા માટે ત્રણ સભ્યોની કમીટીની રચના કરવામાં આવી છે

જેમાં યુનિવસિટીના રજીસ્ટ્રાર ડો. ડી.એમ. પટેલ , મુખ્ય હિસાબી અધિકારી એ.આર. મકવાણા અને એન્જીનીયર વિપુલભાઇ સાંડેસરાની નિમણુંક કરવામાં આવી છે. આજરોજ કુલપતિ ડો.જે.જે.વોરાની આેફિસમાં તેમની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમીટીની બેઠક મળી હતી જેમાં વડાલી કેમ્પસમાં શૈક્ષણિક કાર્ય માટે જરૂરી મહેકમ ફાળવવા અને ભૌતિક સુવિધાઆે માટે સરકારમાં દરખાસ્ત મોકલવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

તેમજ આગામી સમયમાં દરખાસ્ત સંપુર્ણ તૈયાર થઇ ગયા પછી સરકારમાં મંજુરી માટે મોકલવામાં આવશે તેમ યુનિવસિટીના એન્જનીયર વિપુલભાઇ સાંડેસરાએ જણાવ્યુ હતું.

સાબરકાંઠા : આરોગ્ય કર્મીને નોટીસ આપ્યા વગર છુટા કરાતા વિવાદ.

સાબરકાંઠાના વડાલી ના થેરાસણા સબસેન્ટર માં છેલ્લા ૧ર વર્ષ થી ફરજ બજાવતા આરોગ્ય કર્મીને અચાનક છૂટા કરી દેવાતા આત્મવિલોપનની ચીમકી આપવાના મામલો જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.

જોકે આરોગ્ય કર્મીએ પોતાની ભૂલ સ્વીકારી હોવા છતાં સ્થાનિક ડોકટર દ્વારા ફરી થી નોકરી માં હાજર કરવા પૈસાની માગણી કરવાના આક્ષેપને પગલે આરોગ્ય વિભાગમાં પણ ખળભરાટ સર્જાયો છે.

સાબરકાંઠાના વડાલીમાં આવેલા કુબાધરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા ફેસિલિટેટર તરીકે કામ કરતી યુવતીને પારિવારિક સમસ્યાઆે સર્જાતા ર૦ દિવસ સુધી પોતાના પિયરમાં રહેવા જતા કોઈપણ પ્રકારની નોટીસ આપ્યા વિના કશ્યપ પટેલ નામના ડોક્ટર દ્વારા આરોગ્ય કર્મી ને છુટા કરી દેવાતા સમગ્ર મામલો ગરમાયો છે જે અંતર્ગત નીલમ વણકર નામની યુવતી છેલ્લા૧ર વર્ષથી આશા ફેસિલિટેટર તરીકે કુબાધરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે છે સાથોસાથ કોરોના મહામારીમાં પણ અવિરત સેવા આપી હોવા છતાં

પારિવારિક સમસ્યાના પગલે સામાન્ય બાબતમાં નોકરીમાંથી પાણીચું આપતા યુવતીએ આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારી હતી તેમજ આત્મવિલોપન કરવા મામલે વિડીયો વાયરલ કર્યો હતો જોકે કોઈપણ પ્રકારની નોટીસ આપ્યા વિના તાત્કાલિક ધોરણે આરોગ્ય કર્મીને છુટી કરી દેવાયાના પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ વ્યાપી ગયો છે સાથોસાથ આત્મવિલોપનની ચીમકી આપવાના પગલે પોલીસ તંત્ર પણ દોડતું થયું છે.

જોકે બીજી તરફ યુવતીએ સ્થાનિક ડોક્ટર પર એવો પણ આક્ષેપ કર્યો છે કે નોકરી માટે પરત કરવા મામલે કશ્યપ પટેલ નામના ડોક્ટર દ્વારા નોકરીમાં ફરીથી હાજર કરવા માટે પૈસાની પણ માગણી કરાઈ છે જોકે આ મામલો ડોક્ટરે માત્ર પાયાવિહોણા આક્ષેપ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારે આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે ભારે વિરોધાભાસ સર્જાયો છે.

જો કે એક તરફ સ્થાનિક ડોક્ટર ઉપર લગાવેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવે છે તો બીજી તરફ પીડિત આરોગ્ય કર્મીએ આ મામલો આેડિયો ક્લિપ જાહેર કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે એક તરફ નોકરીમાંથી પાણીચું આપી દેવાયું છે તો બીજી તરફ પરિવારિક સમસ્યાઆેની સાથે સાથે પોલીસ દ્વારા પણ હેરાનગતિ કરવામાં આવી રહી છે પીડિત આરોગ્ય કર્મીએ પોતાની વ્યથા વિડિયો મારફતે વાઈરલ કરતા પોલીસે તાત્કાલિક ધોરણે કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટે જામીન માટેની પ્રક્રિયા હાથ ધરી છે જોકે વિવિધ વિરોધાભાસ વચ્ચે પીડિત યુવતી નું જીવન જોખમમાં મુકાય તેવીસ્થિતિ સર્જાઈ છે.

સાબકાંઠા : પાંચ વર્ષ ની બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન

સાબકાંઠામાંથી માનવતા દર્શાવતી એક ઘટના સામે આવી છે. જે જોઈ ને કહેવું પડે કે માનવતા આજે પણ જીવંત છે. સાબરકાંઠા પોલીસ દ્વારા પ વર્ષથી પરિવારથી વિખુટી પડેલી છોકરીનું ફરી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

આ ઉમદા કાર્યથી બાળકીનું તેના પરિવાર સાથે મિલન થતાં હયદય દ્રાવક દૃશ્યો સર્જાયા હતા. એક બાળકી છેલ્લા પાંચ વર્ષથી તેના પરિવારથી વિખુટી પડી ગઈ હતી. ત્યારે પરિવાર દ્વારા તેની શોધખોળ ચાલુ હતી. તે દરમિયાન એક સામાજિક કાર્યકરને આ બાળકી મળી આવી હતી.

બાળકી મળતા જ તેને સાબરકાંઠા બી ડિવીઝનના પીએસઆઈને જાણ કરી હતી. પી.એસ.આઈ.ને બાળકી વિશે જાણ થતા જ તેને તુરંત બાળકીના પરિવારની શોધખોળ ચાલુ કરી દીધી હતી અને બહુ આેછા સમયમાં જ પીએસઆઈએ બાળકીના પરિવારને શોધી કાઢયો હતો

અને ત્યારબાદ છેલ્લા પ વર્ષથી વિખુટી પડેલી બાળકીને તેના પરિવાર સાથે મિલન કરાવતાં બાળકી અને પરિવારજનોની આંખોમાં હરખના આંસુ જોવા મળ્યા હતા.

સાબરકાંઠા : પ્રાતિની બોભા દૂધમંડળીમાં થઈ ચોરી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બોભા દુધ મંડળીમાં તસ્કરો ત્રાટક્યા હતા.

રાત્રીના સમયે બોભા દુધ મંડળી ની જાળી નું તાળું તોડી તસ્કરો એ અંદર પ્રવેશ કરી ર૦ લાખના ફિકસ ડિપોઝિટના સર્ટી તેમજ ૩ર,૬ર૭ ની રોકડ રકમ ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

તો સિક્કા-લેટરપેડ સહિતની ચોરી કરી કાગળો રફેદફે કરી નાખ્યા હતા. રાત્રી દરમ્યાન થયેલી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી.

આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસને કરાતા પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તસ્કરોનું પગેરુ શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.

સાબરકાંઠા : પ્રાંતિજની હોસ્પિટલલોમાં યોજાઈ મોકડ્રીલ

સાબરકાંઠા જિલાના પ્રાંતિજ લાઇફકેર તથા પ્રાંતિજ સિવિલ ખાતે આઈસીયુ વિભાગ મા આગ લાગતા દોડધામ મચી ગઈ હતી તો આ અંગેની જાણ પ્રાંતિજ પી.આઈને થતા પ્રાંતિજ પોલીસ કાફલા સાથે દોડી આવ્યા હતા તો પ્રાંતિજ ફાયર બિ્રગેડ ને જાણ થતા તેવો પણ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા .


પ્રાંતિજ ખાતે બે જગ્યાએ મોકડ્રીલ યોજાયુ હતુ જેમા પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ લાઇફકેર હોિસ્પટલ તથા નેશનલ્ા હાઈવે આઠ ઉપર આવેલ સિવિલ મા આવેલ આઈસીયુ વિભાગમાં આગ લાગી હતી અને આગ નેલઈ ને નાસભાગ થઈ ગઈ હતી અને આગ લાગતાજ પ્રાંતિજ પોલીસ તથા પ્રાંતિજ ફાયર બિ્રગેડ ને જાણ થતા પ્રાંતિજ પીઆઈ તથા પીએસસાઇ સહિત પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતા

તો પ્રાંતિજ ફાયર ટીમના કપ્તાન મુકેશભાઈ પરમાર, ગોપાલભાઈ પટેલ , સહિત ટીમ સાથે ધટના સ્થળે દોડી આવ્યા હતા તો લાઇફ કેર હોિસ્પટલના ઉપર ના માળે આઈસીયુમાં લાગેલ આગ ઓલવી હતી. તો બીજીબાજુ ફાયર ટીમ અને પોલસ ટીમ દ્રારા આઈસીયુમાં રહેલ દર્દીઓને બચાવી લેવામા આવ્યા હતા. અને દર્દીઓને સીડીઆે મારફતે સ્ટ્રેચરની મદદથી નીચે ઉતારીને એમ્બ્યુલન્સ મારફતે અન્ય સિવિલ ખાતે સિફટ કરવામા આવ્યા હતા.

તો પ્રાંતિજ સિવિલ ખાતે પણ પ્રાંતિજ પોલીસ અને ફાયર ટીમ તાત્કાલિક દોડી આવી આઈસીયુમાં લાગેલ આગ ઓલવી હતી અને ઉપર ના માળેથી દર્દીઆેને ફાયર ટીમ અને પોલીસ દ્રારા દોરડા ની મદદથી દર્દીને નીચે ઉતારવામાં આવ્યા હતા. તો પ્રાંતિજ પોલિસ અને ફાયર બિ્રગેડ ટીમ દ્રારા સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલ યોજાઈ હતી.

તો મોકડ્રીલ દરમ્યાન ફાયર બિ્રગેડ ટીમના કપ્તાન મુકેશભાઈ પરમાર દ્રારા ટીમને તથા ડોકટરો તથા હોિસ્પટલ સ્ટાફ તથા પોલીસ ટીમ ને આકિસ્મક રીતે આગ લાગે તો કેવી પ્રાથમિક ધોરણે કાર્યવાહી વિષે માર્ગદર્શન પણ આપ્યુ હતુ

તો પ્રાંતિજ પીઆઇ, પ્રાંતિજ પીએસાઇ , ડો. શ્રેયા પટેલ, ફાયરબિ્રગેડ ટીમના કપ્તાન મુકેશભાઈ પરમાર, ગોપાલભાઈ સહિત પોલીસ જવાનો તથા ફાયર બિ્રગેડ ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતા તો તંત્ર તથા આજુ બાજુ માથી પ્રસાર થતા લોકો ને આ ધટના મોકડ્રીલ છે ખબર પડતા હાશકારો અનુભવ્યો હતો.

સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત, પતિ-પત્નીના મોત

Sabarkantha

Sabarkantha સાબરકાંઠા (Sabarkantha) નાં હિંમતનગર-શામળાજી હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત થયો હતો. સાબરકાંઠાનાં હિંમતનગર-શામળાજી હાઇવે પર કરણપુર પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક સવાર પતિ-પત્નિનાઘટનાસ્થળે પર જ મોત નિપજ્યા છે. ગાંભોઈ પોલિસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી છે. આ પણ જુઓ : સાંતલપુર : સાંતલપુર સિંઘાડા પાટિયા પાસે અર્ટિકાં ગાડી ને … Read more

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ભારત બંધ ને લઈને મિશ્ર પ્રતિસાદ

Sabarkantha

Sabarkantha સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારત બંધને લઈને મિશ્ર પ્રતિસાદ જોવો મળ્યો હતો. કોગ્રેસ કાર્યકરો તથા ખેડૂતો દ્વારા બજાર બંધ કરાવ્યું હતું. ત્યારે વિરોધ કરી રહેલ ખેડૂતો અને કોગ્રેસના 24 જેટલા કાર્યકરોની પ્રાંતિજ પોલીસે અટકાયત કરી હતી. ખેડૂતો દ્વારા 8 ડીસેમ્બર ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવતા મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ખેડૂતો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures