NDRF

  • ગુજરાતમાં અત્યારે મેઘરાજાનું મન મૂકીને વરસી રહ્યા છે.
  • સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
  • બીજી બાજુ અમદાવાદમાં પણ ગુરુવારે સાંજે અતિભારે વરસાદ તૂટી પડ્યો હતો.
  • તો ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા વિસ્તારો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને જુદા જુદા વિસ્તારોમાં NDRF ની 9 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
  • દરિયાઈ વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે, જ્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
  • હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સાબદુ થયું છે.
  • હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજુ પણ કેટલાંક દિવસો સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે.
  • સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • તો આ સિવાય દાદરાનગર હવેલી, દમણ, ડાંગ, નવસારી, ભાવનગર, અમરેલી અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • ગુજરાત રાજ્યનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ એલર્ટ થયો છે.
  • આ આગાઉ 72 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
  • NDRF 6 ટીમો સુરતમાં અને વલસાડ, નવસારીમાં NDRF 5 ટીમો તૈનાત કરવામાં આવી છે.
  • અમરેલી, પોરબંદર, જામનગર, ભાવનગરમાં 1-1 NDRF ટીમ સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024