સગા કાકાએ પૈસા માટે પોતાની સગીર ભત્રીજી સાથે કર્યુ આવું…

પોસ્ટ કેવી લાગી?

Money

ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના નવા કુવા ગામમાં રહેતી 23 વર્ષીય યુવતીએ મહિલા હેલ્પલાઈન પર ફોન કરી જણાવ્યું કે, મને મદદ કરો મારા કાકા મારી નાંખશે. આ ફોન આવતાની સાથે મહિલા હેલ્પલાઈનના કાઉન્સિલર તેની મદદે પહોંચ્યા હતા.

કાઉન્સિલર ત્યાં પોહ્ચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે યુવતી જયારે 13 વર્ષની હતી ત્યારે તેના માતા પિતાનું મુર્ત્યું થયું હતું. તો માતા-પિતાના નિધન પછી 13 વર્ષની સગીરાના માથે 1 વર્ષના નાના ભાઈ અને 5 વર્ષની નાની બેનની જવાબદારી આવી પડી હતી. આ સગીરા લોકોના ઘરના કામ કરી ભાઈ બેન અને તેના દાદીનું પુરુ કરતી હતી. પરંતુ તેના કાકા તરફથી કોઈ મદદ નહોતી મળતી. 

તો સગીરા જ્યારે 14 વર્ષની થઈ ત્યારે 18 વર્ષીય યુવક પાસેથી સગીરાના કાકાએ 2 લાખ અને દાગીના લીધા હતા. સગીરાને તેના કાકાએ કહ્યું કે, યુવક પૈસા (Money) વાળો છે તું તેની સાથે લગ્ન કરીશ તો તારું અને તારા ભાઈ -બહેનનું પુરુ કરશે. સગીરા તેમની વાતમાં ભોળવાઈ ગઈ અને યુવક સાથે લગ્ન કરી લીધા. પરંતુ કાકાના મનમાં લાલચનું તાંડવ હતું. તેણે યુવકના પરિવારને સગીરા 18 વર્ષની થાય ત્યારે મોકલીશું કહીને તેને સાસરે ન મોકલી.

આ સગીરા 23 વર્ષની થઈ પણ કાકા તેને સાસરે નહોતા મોકલી રહ્યા. જો કે એક બે વાર યુવતી તેના સાસરે ગઈ ત્યારે યુવકે તેને કહ્યું કે, ‘મારે તને નથી રાખવી. તુ મને નથી ગમતી. મને છુટાછેડા આપી દે’. નિર્દોષ યુવતીએ આ વાત કાકાને કરી. કાકાએ યુવકને કહ્યું કે ‘તમારે છુટાછેડા જોઈતા હોય તો 10 લાખ રૂપિયા (Money) આપવા પડશે.’

યુવકના પરિવારજનો 10 લાખ આપી શકે તેમ નહોતા. તેથી તેમણે કહ્યું કે, ‘અમારે છુટુ નથી આપવું અને યુવતીને લઈ પણ નથી જવી.’ જો કે, આ દરમિયાન યુવતીને તેના ગામના બીજા યુવક સાથે પ્રેમ થતાં તેણે કાકાને કહ્યુ કે, ‘મને છુટાછેડા અપાવીને આના સાથે લગ્ન કરાવો.’

જોકે લાલચુ કાકાએ યુવતીના લગ્ન માટે કોઈ બીજો યુવક શોધ્યો હતો. જે યુવતી સાથે લગ્ન કરવા તેના કાકાએ માંગેલા પૈસા (Money) આપવા તૈયાર હતો. કાકાએ યુવતીને ધમકી આપી કે,‘તારા લગ્ન હું કહું ત્યાં જ થશે. જો તું તારા પ્રેમી સાથે લગ્ન કરીશ તો તને અને તારા નાના ભાઈ બહેનને મારી નાંખીશ.’ 

આ ધમકીથી ડરેલી યુવતીએ 181 હેલ્પલાઇનમાં મદદ માંગી. તો મહિલા હેલ્પલાઈને કાયદેસરની કાર્યવાહી કરીને દ્રષ્ટિને સખી વન સ્ટોપ સેન્ટરમાં મુકી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures