પાટણ: સાંતલપુરના પીપરાળા ચેકપોસ્ટ પરથી ગેરકાયદેસર બંદૂક સાથે ત્રણ આરોપી ઝડપાયા

Patan

પાટણ જિલ્લામાં સાંતલપુરના પીપરાળા ચેકપોસ્ટ પરથી ગેરકાયદેસર બંદૂક સાથે ત્રણ આરોપી ઝડપાયા હતા, ત્યારે એક આરોપી ફરાર થઇ જવા પામ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓ સ્વીફ્ટ ગાડીમાં ધાનેરાથી માતાના મઢ જઇ રહ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરી આરોપીઓ પાસેથી મોબાઈલ, ગાડી સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી.

પાટણમાં માતાને કાંધ અને મુખાગ્નિ આપી દિકરાની ભૂમિકા ભજવતી બે દીકરીઓ

Patan

૨૧મી સદીના આજના આધુનિક યુગમાં દિકરા અને દિકરી વચ્ચેનો ભેદ ભુલાવા જઈ રહ્યો છે. દિકરીને હવે પરિવારમાં અને સમાજમાં મહત્વનું સ્થાન મળતું થયું છે. દિકરી ભણીગણીને પરિવારને મદદરૂપ બનતી પણ થઈ છે. દિકરાની ખોટ પુરીને ઘરડા મા-બાપનો આધાર પણ દિકરી બની રહી છે, ત્યારે પાટણ શહેરમાં એક માતાનું મૃત્યુ થતાં તેમની બે દિકરીઓએ પુત્ર બનીને … Read more

પાટણ: નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી આવી સામે, રેલવે ગરનાળા પાસે પાણી ભરાતા વાહનચાલકો ધક્કે ચડ્યા

Patan

પાટણમાં સામાન્ય વરસાદ ખાબકતા પાટણના હાર્દ સમા વિસ્તાર એવા જે પાટણ નું પ્રવેશદ્વાર ગણાય તેવા રેલવે ગરનાળા પાસે પાણી ભરાઈ જવા પામ્યું છે આમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. નગરપાલિકા દ્વારા અગાઉ પ્રિમોન્સુન કામગીરી દરમિયાન રેલવે ગરનાળા માંથી પાણી નિકાલની જે વ્યવસ્થા હતી રેલ્વે ગરનાળાની બહાર નીકળતા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ગલી બનાવીને બનાવવામાં આવી … Read more

પાટણ: રાધનપુરમાં રિક્ષામાં બેસાડી પૈસા લૂંટી લેતી ગેંગ સક્રિય બની

radhanpur

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રિક્ષામાં બેસતા લોકો માટે ચેતવણીરૂપ ઘટના બની છે. રાધનપુર હાઈવે પરથી એક વ્યક્તિને રિક્ષામાં બેસાડી રૂપિયા 17,000/- કાઢી રસ્તામાં ઉતારી રીક્ષા ચાલક ગેંગ ફરાર થઇ જવા પામી હતી. સાંતલપુર તાલુકાના વાઢિયા ગામના રાણા અમૃતભાઇ રિક્ષામાં બેસી પોતાના ગામ જવા માટે નીકળ્યા હતા ત્યારે રિક્ષાચાલકે પૈસા કાઢી રસ્તા પર ઉતારીને રીક્ષા ગેંગ … Read more

પાટણ: હારીજના રોડા ગામમાં મહિલા પર વીજળી પડતાં થયું મોત

woman death

પાટણ જિલ્લામાં ગત મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ચોમાસાના આગમનની સાથે જ પાટણમાં નુકસાની થઈ હતી. સાંતલપુરના ઝંડાળા ગામે ભારે પવનથી 10થી વધુ મકાનોના પતરાં ઉડ્યા હતા. પાટણ જિલ્લાનાં હારીજના રોડા ગામે વીજળીના કડકા સાથે વરસાદી છાંટા થયા હતા. પરંતુ અહી વીજળી પડતા એક મહિલાનુ મોત નિપજ્યુ છે. હારીજના રોડા ગામે ખેતરમાં કામ … Read more

પાટણ: બજરંગ પિપરમિન્ટ સ્ટોર્સ નામની દુકાન પર ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગની ટીમ ત્રાટકી, એક્સપાયરી ડેટની વસ્તુઓનો જથ્થો મળી આવ્યો

Patan Bajarang Peppermint store

દુકાનમાંથી એક્સપાયરી ડેટની 12 જેટલી વસ્તુઓનો જથ્થો મળી આવતા ટીમ દ્વારા નાશ કરાયો.. તપાસ ટીમ દ્વારા દુકાનમાંથી પેકિંગ ટમેટા સોસ અને ખુશ્બુ ચોકલેટ ના નમૂના લઇ પૃથક્કરણ અર્થે મોકલી અપાયા.. એક્સપાયરી ડેટ ના જથ્થા મામલે કાયદાની કલમ 32 મુજબ વેપારીને નોટિસ પાઠવી ખુલાસો પુછાશે.. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ખાદ્ય સામગ્રીમાં ભેળ સેળ કરતા તત્વોને … Read more

પાટણ: આખલાએ અડફેટે લેતા એક વૃદ્ધનું થયુ મોત

Patan

પાટણના નોરતા ગામે આખલા દ્વારા એક વૃદ્ધ કાકા ને વાડામાંથી બહાર નીકળતા સમયે અડફેટે લેતા કાકાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને જનતા હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા તેમને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મૃત્યુ પામનાર આ વૃદ્ધનું નામ ગોડાજી ગંભીરજી ઠાકોર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આવા રખડતાં પશુઓના … Read more

પાટણના રાજરત્ન એપાર્ટમેન્ટના એક મકાનમાં શોર્ટ સર્કિટ થતા લાગી આગ

fire

પાટણના રાજરત્ન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના એક મકાનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ત્યારે આગનો બનાવ બનતા રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી. તો નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરના કર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘરમાંથી કાળાડીબાંગ ધુમાડા નીકળતા ઘરમાં જવું મુશ્કેલ … Read more

પાટણ: ત્રણ દરવાજા સ્થિત ઘી બજારના બે વેપારીઓને ત્યાં ખાદ્ય અને ઔષધ નિયમન ની ટીમે શંકાસ્પદ કુલ 219 ડબ્બા ઘી નાં સિઝ કર્યા

Ghee patan

ખાદ્ય અને ઔષધ નિયમન કચેરીના અધિકારીઓ દ્વારા શંકાસ્પદ કુલ ૨૧૯ ડબ્બા ઘી નાં સિઝ કયૉ.. શંકાસ્પદ ઘી નાં જથ્થા માંથી નમુના મેળવી પૃથક્કરણ માટે સરકારી લેબ માં મોકલી આગળની તપાસ હાથ ધરી.. પાટણ દરવાજા સ્થિત ઘી બજારમાં કેટલાક વેપારીઓ દ્વારા ખાદ્ય ઘી માં ભેળસેળ કરતા હોવાની ખાનગી રાહે પાટણના ખાદ્ય અને ઔષધ નિયમન કચેરીના અધિકારીઓને … Read more

પાટણની વિદ્યાર્થીની નિરમા ઠાકોરને મેરેથોન દોડમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ કોલેજે 25 હજારનું ઇનામ આપ્યું

Nirma Thakor

શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટસ કોલેજ, પાટણ ની વિદ્યાર્થીની કુ. નિરમા ઠાકોરે કોલેજ તેમજ પાટણ નગર માટે ખેલ જગત માં ગૌરવ અપાવતી સિદ્ધિઓ મેરેથોન દોડમાં પ્રાપ્ત કરી છે. ત્યારે વિદ્યાર્થીની ની આ સિદ્ધિઓ ને બિરદાવવા તાજેતર માં ગુજરાત ના ૬૨માં સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ ની ઉજવણી દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures