કોરોનાવાયરસ : વૈશ્વિક મહામારી વચ્ચે ભારત માટે આનંદના સમાચાર.

પોસ્ટ કેવી લાગી?
  • ભારતમાં કોરોના વાયરસ મહામારીના કારણે ફેલાતા પ્રકોપની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે.
  • ચીનના વુહાન નામના શહેરમાં થી આવેલ આ ખતરનાક વાયરસ દેશમાં ઓછો ઘાતક સાબિત થઈ રહ્યો છે.
  • ભારતમાં કોરોના વાયરસના કેસમાં મૃત્યુદર 2.8 ટકા હતો જે છેલ્લા દોઢ મહિનામાં ઘટીને પહેલી વાર 3 ટકાથી નીચે ગયો છે.
  • Case Fatality Rate એટલે કે CFR પોઝિટીવ જોવા મળેલા તમામ દર્દીઓમાંથી કેટલાં ટકાના મોત થયા છે તે દેખાડે છે.
  • એપ્રિલ મહિનામાં CFR એટલો ઓછો નહોતો પરંતુ ત્યારે કુલ કેસ 5194 જ હતા.
  • એપ્રિલ મહિનામાં જ્યારે કેસ 10,000ની નજીક પહોંચ્યાં ત્યારથી જ CFR રેટ સતત ઉપર આવી રહ્યો હતો.
  • મે મહિનાની શરૂઆતમાં 100 દર્દીઓમાંથી 3 કરતા વધુના મોત થઇ રહ્યા હતા એટલે કે મૃત્યુદર આશરે 3.0 ટકાની આસપાસ પહોંચ્યો હતો.
  • મેં મહિનાના અંત માં મૃત્યુદર ઘટીને 2.84 ટકા થઇ ગયો છે.
  • પશ્ચિમ બંગાળમાં મૃત્યુ દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધું છે.
  • પશ્ચિમ બંગાળમાં દરરોજ 100 દર્દીઓમાંથી સરેરાશ 6.5 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે.
  • પરંતુ હાલ બંગાળમાં મૃત્યુ દરમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે. ત્યાં સીએફઆર 10 ટકા સુધી પહોંચી ગયો હતો.
  • પશ્ચિમ બંગાળ ની જેમ ગુજરાતમાં પણ કોરોનાથી મૃત્યુ દર ઘણો ઉંચો છે.
  • પરંતુ હાલ પશ્ચિમ બંગાળ ની સ્થિતિમાં સુધારો આવ્યો છે પણ ગુજરાતનો મૃત્યુદર હાલ સતત વધતો જાય છે.
  • CFR ના રિપોર્ટ અનુસાર ગુજરાતનો મૃત્યુદર 5.8 ટકાથી વધીને 6.0 ટકા થઇ ગયો છે.
  • મધ્યપ્રદેશમાં CFR ના રિપોર્ટ અનુસાર મૃત્યુદર ઘટીને 4.3 ટકા થઇ ગયો છે.
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે ભારતની રાજધાની દિલ્હીમાં દર 10 લાખ વસતીમાં કોરોના કેસ દેશમાં સૌથી વધુ છે.
  • દરરોજ દેશમાં સૌથી વધુ ટેસ્ટ દિલ્હીમાં જ થઇ રહ્યા છે.
  • અહીં 10 લાખ વસતી પર 810 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.
  • દિલ્હીમાં કોરોના ફેલાવાની રફતાર ખૂબ વધુ છે.
  • 10 લાખ વસતી દીઠ કોરોના કેસમાં મહારાષ્ટ્ર બીજા નંબરે છે જ્યાં આ આંકડો 483.3 છે. ત્યારબાદ ત્રીજા નંબરે તામિલનાડુ છે જ્યાં આ આંકડો 254.4 છે.
  • કોરોનાથી થતા મોતનાં કેસોમાં ભારત ચીનથી ઝડપથી આગળ વધી રહ્યું છે.
  • ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલ આ જીવલેણ વાયરસે આખી દુનિયામાં તબાહીમચાવી છે.
  • સ્વાસ્થ્યમંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 4971 લોકોનાં મોત નીપજ્યાં છે. જયારે ચીનમાં આ આંકડો 4,634 છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures