પાટણ જિલ્લા એસ.પી અક્ષયરાજ મકવાણાના જન્મદિન નિમિત્તે જાણો તેમના જીવન વિષે.

પોસ્ટ કેવી લાગી?

પાટણ જિલ્લાના એસ.પી અક્ષયરાજ મકવાણાને પી.ટી.એન ન્યુઝ પરિવાર જન્મ દિવસની ખુબ ખુબ શુભકામના પાઠવે છે.

  • પાટણ જિલ્લાના દરેક પ્રશ્નોના ઉકેલ અને જિલ્લાના સુખાકારી માટે હર હંમેશ ખડે પગે ઉભા રહી પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે.
  • સમગ્ર દુનિયામાં જયારે કોરોના જેવી મહામારી ચાલી રહીછે ત્યારે પાટણ જિલ્લામાં જનતાને કોઈ તકલીફ ઉભી ના થાય તે માટે દરેક જરૂરી કામ તેમના દ્વારા કરવામાં આવ્યા છે. કોઈપણ નાનામાં નાના માણસને જ્યાં જયારે આ કપરી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં તેમના દ્વારા દરેક જરૂરી સુવિધા પુરી પાડવામાં આવી એક અલગજ ઓળખ ઉભી કરી છે તો ચાલો જાણીએ તેમના જીવનની અમુક વાતો.
  • મોરબી જીલ્લામા એસપી રહેલ અને પ્રોબેશનલ આઈપીએસ તરીકે ફરજ બજાવી ચૂકેલા તથા અમદાવાદ ઝોન ૦૫ ડીસીપી તરીકે ફરજ બજાવી ચુકેલ અક્ષયરાજ મકવાણા પાટણ જિલ્લામાં એસ.પી તરીકે નિમણુંક કરવામાં આવી.

IPS અક્ષયરાજ મકવાણા હાલના યુવાનનો માટે ખુબજ પ્રેરણા રૂપ છે. આઈપીએસ અક્ષયરાજ મકવાણા ના પિતા ભીમજીભાઈ મંગાભાઈ મકવાણા એક નિવૃત બેન્ક કર્મચારી છે. જ્યારે માતૃશ્રી કમલાબહેન ગૃહીણી છે તેમને બે બહેનો છે, બે બહેનોમાં વચ્ચેના એક લાડકા ભાઈ અક્ષયરાજ છે. તેઓએ પોતાના જીવન ના શિક્ષણ ની શરૂઆત રાજકોટ ખાતેની સેન્ટ મેરી સ્કુલ થી કરી હતી ભણવામા અત્યંત તજજ્ઞ અને સ્વભાવ મા અત્યંત પ્રભાવશાળી કોમળ તેમજ સ્પષ્ટ વક્તા એવા અક્ષયરાજ સાયન્સ પ્રવાહમા સારા માર્કસ સાથે ઉતીર્ણ થયા બાદ અમદાવાદ ખાતે નિરમા યુનિવર્સીટી મા ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ તેમજ એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમા માસ્ટર ડીગ્રી સાથે પાવર સીસ્ટમ માં એન્જીનીયરીંગ પુર્ણ કર્યુ હતુ.

અક્ષયરાજ મકવાણા બંન્ને ડીગ્રીઓમાં સારા ગ્રેડ સાથે ઉતીર્ણ થયા બાદ તેના મુળ વતન રાજકોટ માં જ ગવર્મેન્ટ પોલીટેકનીક કૉલેજ મા લેકચરર તરીકે પ્રશંશનીય નોકરી કરતાની સાથે વૃધ્ધો, અનાથ બાળકોને પણ તેઓ સમય આપી અને જરૂરીયાતો પુરી પાડી માનવતા મહેકાવતા હતા ત્યાર બાદ તેઓએ પોતાના લક્ષ્ય તરફ મીટ માંડી હતી અને સીવીલ સર્વીસ ની પરિક્ષા વર્ષ ૨૦૧૩મા પાસ કરી આઈપીએસ તરીકે પસંદગી પામ્યા હતા. બાદમા તેઓની ટ્રેનીંગ પુરી થતા 22 ડીસેમ્બર ૨૦૧૪ના રોજ પ્રથમ ગુજરાતના ગોધરા ખાતે પ્રોબેશનલ આઈપીએસ તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યુ હતુ બાદમાં મોરબી, દીયોદર, રાજપીપળા ને સારી કામગીરી ને ધ્યાને લઈ ફરી વખત મોરબીમાં એએસપી તરીકે મુક્યા છે જેમા દીયોદર મા એએસપી દરમ્યાન ની તેમની કામગીરી પણ કાબીલેદાદ હતી.

બનાસકાંઠા માં આવેલ વિનાશકારી પુરની અત્યંત વિકટ પરિસ્થીતીઓમાં તે દીયોદર જીલ્લામાં એએસપી તરીકે મહત્વની ભુમીકામાં હતા આ સમયગાળા માં પણ તેઓએ અનેક રેસક્યુ ઓપરેશન હાથ ધરી અસંખ્ય લોકો ના જીવ બચાવ્યા હતા ,આ ઉપરાંત દિયોદર ના દાતા તાલુકામાંથી બે આદીવાસી બાળકીઓ ને શીહોરી માં વેચી નાખવામા આવેલ હતી તે બંન્ને બાળકીઓ ને ચોવીસ કલાક માં શોધી તેની માતા ને સોંપી માનવતા નુ ઉત્તમ ઉદાહણ પુરૂ પાડી પોલીસ વન ઓફ રીયલ હીરો ના કથન ને સત્ય સાબીત કર્યુ હતુ.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures