વડોદરામાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા 12 આરોપીઓને લાગ્યો કોરોનાને ચેપ.

પોસ્ટ કેવી લાગી?
  • મંગળવારે વડોદરામાં કોરોનાના નવા 32 કેસ સાથે જિલ્લામાં કુલ 1106 કેસ થયા છે. જેમાંથી 442 કેસ એક્ટિવ છે.625 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ 39 લોકોના મોત થયા છે.
  • માહિતી મુજબ હવે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ પણ કોરોના ઝપેટમાં આવી રહ્યા છે.
  • જાણવા મળ્યું છે કે વડોદરા પોલિસ દ્વારા છેલ્લા 15 દિવસમાં ધરપકડ કરેલા 12 આરોપીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે.
  • તેની સાથે સાથે બે પીઆઈ સહિત 7 પોલિસ કોન્સ્ટેબલ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.
  • એટલું જ નહિ 25 દિવસમાં 26 જેટલા વેપારીઓને પણ શંકાસ્પદ કોરોના હોવાનું જાણવા મળ્યું છે.
  • 2 જૂન અને 3 જૂનના આરોગ્ય વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં 24, અરવલ્લીમાં 2 સુરતમાં 1, મહેસાણામાં 1 અને જૂનાગઢમાં 1 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1092 પર પહોંચ્યો છે.
  • તે ઉપરાંત રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં આજે સૌથી વધુ 1114 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તે સાથે અત્યાર સુધીમાં કુલ 11894 લોકો ડિસ્ચાર્જ થયા છે.
  • જાણકારી મુજબ રાજ્યમાં હાલ 4646 એક્ટિવ કેસ છે જેમાં 62 વેલ્ટીલેટર પર છે અને 4584 દર્દીઓ સ્ટેબલ છે.
  • રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 21 હજાર 610 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
  • એટલુંજ નહિ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 2,35, 017 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં 2,27,666 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન છે અને 7375 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures