પાટણ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મનોજ ઝવેરીએ વોટસએપ ગ્રૂપમાં અશ્લીલ વીડિયો મૂકતાં, બચાવ કરતાં કહ્યું- બીજાએ મૂક્યા છે.

 • મનોજ ઝવેરીએ અશ્લીલ વિડીયો પાટણનાં સોશ્યલ મીડિયામાં કર્યા પોષ્ટ.
 • પાટણ ના એક મીડિયાના વોહટ્સેપ ગ્રુપમાં અશ્લીલ વિડીયો કર્યા પોષ્ટ.
 • ગ્રુપમાં ભાજપના પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, જીઆઇડીસી ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત જગદીશ ઠાકોર પાટણનાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના નેતાઓ છે આ મીડિયા ગ્રુપમાં.
 • મનોજ ઝવેરી પાટણ રાજકારણનું એક મોટું માથું.
 • સોશ્યલ મીડિયામાં એક બાજુ બળાત્કારીઓને ફાંસી આપવાની ચાલી રહી છે માંગ તેવામાંજ મહિલાઓની અશ્લીલ વિડીયી ખુદ પાલિકાના પૂર્વ પ્રમુખ મુકતા પાટણ નું રાજકારણ ગરમાયુ.
 • ગ્રુપમાં મનોજ ઝવેરીનો વિરોધ થતા તેવો ગ્રુપમાંથી થયા લેફ્ટ.
 • પાટણના સ્થાનિક વોટ્સઅપ ગૃપમાં નેતાઓ, સંસ્થાઓની મહિલા પ્રમુખો, અધિકારીઓ અને વેપારીઓ સહિતના લોકો સામેલ છે. જેમાં સોમવારે રાત્રે 11:15 મિનિટે પાલિકાના પૂર્વ પ્રમુખ મનોજ ઝવેરીના મોબાઇલ નંબર 98795 ***** વોટસએપ એકાઉન્ટમાંથી 202 એમબીના 16 અશ્લીલ વીડિયો સેન્ડ કર્યા હતા. મંગળવારે ધીમેધીમે વાત શહેરમાં પ્રસરી ગઇ હતી.
 • શરમમાં મૂકાયેલા મનોજે વીડિયો મેસેજ કરી કોઇએ તેના ફોનનો દુરુપયોગ કર્યો હોવાનો લૂલો બચાવ કર્યો હતો. મનોજ ઝવેરીએ જણાવ્યું કે, હું રાત્રે લગ્ન પ્રસંગના વરઘોડામાં હતો
 • દોશીવટ બજારથી હું જોડાયો હતો અને દેના બેંક પાસે પહોંચતાં સુધીમાં રાત્રે 11 કલાકના અરસામાં મોબાઇલ ખોવાયો હતો અને દેનાબેંક પાસે આવતાં શોધતા હતા, ત્યારે વરઘોડામાં કપડાં પહેર્યા હોય તેવો છોકરો મોબાઇલ તેને મળ્યો હતો તેમ કહી આપી ગયો.
 • ત્યાર પછી ગૃપ એડમીનનો ફોન આવ્યો ત્યારે ખબર પડી હતી. જોકે તરત જ ગૃપમાંથી લેફ્ટ થઇ ગયો હતો.

 • જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલે જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં અશ્લીલ વીડિયો મામલે અમને જાણ થઇ છે. આ ખૂબ ખરાબ બાબત છે. તેમને નોટિસ આપી સાચી તપાસ કરવામાં આવશે અને જો સાચું હશે તો પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે, પક્ષની છબી ખરડાય તે જરાય ચલાવી લેવાશે નહીં.
 • મનોજે કહ્યું, મને મોબાઇલ ચાલુ બંધ સિવાય કંઇ આવડતું નથી. જ્યારે તેઓ વોટસએપ અને ફેસબુક એકાઉન્ટ પણ વાપરે છે.
 • ખોવાયેલો મોબાઇલ વરઘોડામાં કપડાં પહેર્યા હોય તેવો છોકરો આપી ગયો. શું આ છોકરાને ખબર હતી કે આ મોબાઇલ મનોજભાઇનો જ છે.
 • બીજા દિવસે એડમિને કહ્યું ત્યારે ખબર પડી. પણ પોતે તે જ રાત્રે 11-50થી 11-59 વાગ્યા સુધીમાં ગૃપમાંથી નીકળી ગયા હતા.

મને મોબાઈલ ચાલુ અને બંધ કરવા સિવાય કંઈ આવડતું નથી. મને કોઈએ બદનામ કરવા માટે કોઇ ઇર્ષાખોરે આ કાવતરું કર્યું લાગે છે. મને એવું લાગી રહ્યું છે કે કોઇએ તે છોકરા સાથે ફોન મોકલાવેલ હશે. બીજું હું આઘાતમાંથી બહાર આવીશ એટલે પોલીસ પાસે જઇશ. – મનોજ ઝવેરી, પૂર્વ પાલિકા પ્રમુખ

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here